Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

દૂધ સાગર રોડના રમીઝને ભીચરી રોડ પર બાબુએ ધોકા ફટકાર્યા

પૈસાનું કામ પતાવી પરત આવતી વખતે લઘુશંકા કરવા ઉભો રહેતાં આહિર શખ્સ ધોકાથી તૂટી પડ્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૪: દૂધ સાગર રોડ પર લાખાજીરાજ શ્રમજીવી  સોસાયટીમાં રહેતાં અને ડેરીમાં કામ કરતાં રમીઝ ઇકબાલભાઇ ખોખર (ઉ.૩૦)ને રાત્રીના ભીચરી રોડ પર બાબુ ચાવડા નામના આહિર શખ્સે ધોકાથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના હેડકોન્સ. વાલજીભાઇ નિનામાએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.રમીઝના કહેવા મુજબ પોતે ભીચરી ગામમાં રહેતાં મિત્રને પૈસા આપીને પરત આવી રહ્યો હતો ત્યારે આહિર શખ્સની વાડી બહાર રોડ પર લઘુશંકા કરવા ઉભો રહેતાં એ શખ્સે અહિ કેમ ઉભો રહ્યો? કહી હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

(3:33 pm IST)