Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

પોપટપરામાં ઘરમાં થયેલી ચોરીનો ભેદ ખુલ્યોઃ બળદેવ ઉર્ફ બળીયો પકડાયો

પ્ર.નગર પોલીસે કોળી શખ્સને દબોચી તમામ મુદ્દામાલ કબ્જે કર્યો

રાજકોટ તા. ૪: પોપટપરા મેઇન રોડ પર કૃષ્ણનગર-૧માં રહેતાં હાર્દિકભાઇ ઘનશ્યામભાઇ શર્માના બંધ મકાનમાં તા. ૩૦ના સાંજથી ૩૧ના સાંજ સુધીમાં કોઇ તાળા તોડી લાકડાના કબાટના લોકરમાંથી રોકડ, દાગીના તથા ઘર સાથે જ આવેલી દૂકાનમાંથી નવ મોબાઇલ ફોન મળી રૂ. ૧૧૫૦૦ની મત્તા ચોરી ગયું હતું. આ ચોરીનો ભેદ પ્ર.નગર પોલીસે ઉકેલી નાંખી પોપટપરા રઘુનંદન સોસાયટી-૨ ચામુંડા કૃપા ખાતે રહેતાં કોળી શખ્સ બળદેવ ઉર્ફ બળીયો રાજેશભાઇ ફતેપરા (ઉ.૨૬)ને પકડી લીધો છે.

ચોરીનો ગુનો નોંધાતાં પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. રાઠોડ, હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા, અરવિંદભાઇ મકવાણા, મોહસીનખાન મલેક, અશોકભાઇ કલાલ, પ્રદિપસિંંહ ગોહિલ, જયેન્દ્રસિંહ પરમાર અને મનજીભાઇ ડાંગરે તપાસ હાથ ધરી હતી. તપાસમાં ચોરીમાં બળદેવ ઉર્ફ બળીયો સંડોવાયો હોવાની બાતમી મોહસીનખાન અને અરવિંદભાઇને મળતાં આ શખ્સને પકડી લઇ પુછતાછ કરવામાં આવતાં ચોરી કબુલી હતી. તેની પાસેથી ૬ હજારનો ચેઇન, ૫ હજારના મોબાઇલ ફોન તથા રૂ. ૫૦૦ રોકડા મળી ૧૧૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસના કહેવા મુજબ અગાઉ પણ વાહનચોરી સહિતના ગુનામાં પકડાઇ ચુકયો છે. નશાની ટેવ ધરાવતો હોઇ ચોરી કરી હોવાનું રટણ કર્યુ હતું.  વિશેષ પુછતાછ થઇ રહી છે.

(3:32 pm IST)