Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

વેપારીને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં બિલ્ડર દંપતિની આગોતરા જામીન અરજી નામંજુર

આરોપીઓ વિરૂદ્ધ પ્રથમ દર્શનીય કેસ છેઃ ગંભીર ગુનો છેઃ અદાલત

રાજકોટ તા.૪: રાજકોટના નામાંકિત બીલ્ડર અને એન.કે.લુણાગરીયા તથા તેની પત્નિ હિના તથા બનેવી  જીજ્ઞેશે ગુજરનાર હસમુખ સુરાણી સાથે ઘઉના ધંધામાં ભાગદારી કરી ગુજરનારની મીલ્કત ઉપર લોનો લઇ તે લોનોની રકમ બીલ્ડર દંપતિ સહિતનાઓ ઉપાડી લઇ લોનની રકમ કે હપ્તાનો પણ ન ભરી ગુજરનારને મરવા મજબુર કરતા પ્રેમમંદિર પાસે ગાર્ડનમાં દવા પી લેતા છેતરપીંડી તથા વિશ્વાસઘાત આચરી મરવા મજબુર કરવાના ગુનામાં બીલ્ડર નિલેશ લુણાગરીયા તથા તેની પત્ની હિના લુણાગરીયાની આગોતરા જામીન અરજી રાજકોટના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ સાહેબે રદ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો બીલ્ડર નિલેશ લુણાગરીયાએ ફરીયાદીના મરણ જનાર પતિ હસમુખ સુરાણી પાસેથી ભાગીદારીમાં ઘઉંનો વેપાર કરવા સારૂ કહી ફરીયાદીના પતિના નામે ધંધા માટે લોન લેવડાવી જે લોનના પૈસા તથા હપ્તા નામાંકિત બિલ્ડરની પૂર્વા ઇન્ફ્રાસ્ટ્રકચર પેઢીએ ભરવાનું નક્કિ થયા બાદ લોનની રકમ મેળવી લીધા બાદ પણ લોન કે લોનના હપ્તા ન ભરી છેતરપીંડી અને વિશ્વાસઘાત આચરી ગુનાહીત કાવતરૂ રચી, ગાળો દઇ જાનથી મારી નાખવાથી ધમકી આપી પૂર્વયોજીત કાવતરાના ભાગરૂપે ધંધાની લાલચ આપી ફસાવી આર્થીક રીતે પાયમાલ કરતા ફરીયાદીના પતિને મરવા માટે મજબુર કરતા જંતુનાશક ઝેરી દવા પી લઇ સારવાર દરમ્યાન મરણ જતા માર્કેટીંગ યાર્ડ સામે શકિત સોસાયટીમાં રહેતા ગુજરનારના પત્નિ દક્ષાબેન સુરણીએ રાજકોટ શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ (૧) નીલેશ લુણાગરીયા (૨) હિના લુણાગરીયા (૩) જીજ્ઞેશ મનહરલાલ (૪) શની જાનમહમદ (પ) ઇન્દુભાઇ ચૌહાણ (ફુલ્લટોન ફાઇનાન્સ) (૬) જયકિશન માણેક (૭) અરવિંદ પટેલ (૮) પટેલ મેતાજી જે.રાધે (૯) અતુલ પટેલ (૧૦) શૈલેષ ભંડેરી (૧૧) કેતન મંડ (એડવોકેટ) સામે ફરીયાદ દાખલ કરાવેલ.

ઉપરોકત આરોપીઓ પૈકી અગ્રગણ્ય બીલ્ડર નિલેશ કાનજીભાઇ લુણાગરીયા તથા તેની પત્નિ હિનાબેન નિલેશ લુણાગરીયા સંભવીત ધરપકડ સામે રાજકોટની સેશન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી.

કોર્ટે બન્ને પક્ષોની રજુઆતો ત.ક. અધિકારીનું સોગંદનામુ મુળ ફરીયાદીના વાંધાઓ તથા પોલીસ પેપર્સ લક્ષે લેતા અરજદારો વિરૂદ્ધ રીલેવન્ટ ડોકયુમેન્ટ સાથેનો ફરીયાદને સપોર્ટ કરતો પ્રાઇમાફેસી કેસ છે.

ફરીયાદમાં આરોપીઓ સામે પ્રથમ દર્શનીય આક્ષેપો હોય તેઓને ઉતારી પાડવા ખોટી રીતે સંડોવી દીધેલનું ફલીત થતુ નથી. ફરીયાદના આક્ષેપોની સીસ્ટેમેટીક તપાસ જરૂરી છે. સાચા ગુનેગારો રેકર્ડ પર આવે તે જરૂરી છે, આરોપીઓ સામેના ગંભીર આક્ષેપો જોતા તેઓની ફેવરમાં દાલત અંતર્ગત સતાનો ઉપયોગ કરવાનું મુનાસીફ માનતી ન હોય તેમ માની બીલ્ડર દંપતિઓના આગોતરા જામીન રદ કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત કામમાં મુળ ફરીયાદી દક્ષાબેન સુરાણી વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, સંજય ઠુમર, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા, ચેતન ચોવટીયા તથા સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરા રોકાયેલ હતા.

(3:31 pm IST)