Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

સીંધી કોલોનીમાં સાયકલ સાઇડમાં લેવાનું કહેતા ઇમરાન જુણેજાને ત્રણ શખ્સોએ માર માર્યો

સુનીલ, દિનેશ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

રાજકોટ તા ૪ : સિંધી કોલોનીમાં બાઇક પર જઇ રહેલા મુસ્લીમ  યુવાને સાયકલ સાઇડમાં લેવાનું કહેતા ત્રણ શખ્સોએ લોખંડનું પાનુ તથા ઢીકા પાટુનો માર મારતા ફરિયાદ થઇ છે.

મળતી વિગવત મુજબ પરસાણાનગર શેરી નં. ૧૬ માં રહેતો  ઇમરાન સાજીદભાઇ જુણેજા (ઉ.વ.૨૫), યાજ્ઞીક રોડ પર નિલમ કોમ્પ્યુટર નામની ઓફીસમાં ઓફીસ બોય તરીકે કામ કરતો હોઇ , ગઇકાલે બપોરે પોતાનુંં  બાઇક લઇને જમવા માટે ઘરે જતો હતો ત્યારે  સિંધી  કોલોનીમાં આવેલ સાયકલના પંચર તથા રીપેરીંગની કેબીન ધરાવતા શખ્સને સાયકલ સાઇડમાં લેવાનું કહેતા તેણે ''સાયકલ અહીંયા રહેશે, તમારે અહીંથી ચાલવાનું નહીં'' તેમ કહી ઇમરાન સાથે ઝઘડો કરી, ગાળો આપી, ઉશ્કેરાઇને લોખંડનું  મોટુ પાનુ ફટકારી દીધુ હતું દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. ઇમરાનને માથાના ભાગ ેઇજા થઇ હોઇ, તેથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ ઝઘડો થયા બાદ ઇમરાનના મિત્રો દોડી આવ્યા હતા, અને ઝઘડો કરનાર સુનીલ, દિનેશ અને કરિયાણાની કેબીન ધરાવતો શખ્સ નામ જાણવા મળ્યા હતા. આ બનાવની જાણ થતા પ્રનગર પોલીસ મથકના એે.એસ.આઇ. હરેશભાઇ રત્નોતર સહિતે  હોસ્પિટલે  પહોંચી ઇમરાન જુણેજાની ફરિયાદ દાખલ કરી, સુનીલ, દિનેશ અને કરિયાણાની કેબીન ધરાવતા શખ્સની શોધખોળ આદરી છે.

(3:31 pm IST)