Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

જૈન યુવા જુનીયર દ્વારા શનિ-રવિ વિન્ટર વુડ્ઝ ફનફેર

નાગર બોર્ડીગમાં શોપીંગ-ગેઇમ્સ-ટેટુ તથા ખાણીપીણીના ૬૪ સ્ટોલ : કરાઓકે મ્યુઝીકલ નાઇટ તથા ડીજે ધમાલ ધુમ મચાવશેઃ એન્ટ્રી ટીકીટનો લક્કી ડ્રો

રાજકોટઃ સેવાકીય અને જીવદયા પ્રવૃતિમાં અગ્રેસર જૈન યુવા જુનીયર ગ્રુપ દ્વારા નાગર બોર્ડીગ ગ્રાઉન્ડ, ટાગોર રોડ, રાજકોટ ખાતે આગામી તા.૫-૬ (શનિ-રવિ) દરમ્યાન ''વિન્ટર વુડ્ઝ ફનફેર-૨૦૧૯''નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. ૫૦૦ થી વધુ સભ્યો ધરાવતું આ ગ્રુપ સામાજિક, સેવાકીય અને મનોરંજક કાર્યક્રમો દ્વારા સભ્યોને સેવા, સંતોષના ઓડકાર સાથે આનંદ કરાવે છે.

આ ''વિન્ટર વુડ્ઝ ફનફેર-૨૦૧૯'' ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓ તથા જૈન ફુડ સ્ટોલ, ટેટુ આર્ટીસ્ટ, નેઇલ પેઇન્ટ આર્ટીસ્ટ, સ્ક્રેચ આર્ટીસ્ટ, રેડીમેઇડ, ડ્રેસ મટીરીયલ્સ, કોસ્મેટીકસ, બ્યુટી પાર્લર, બેકરી આઇટમ, જવેલરી આઇટમ, મહેંદી, અવનવી વેરાઇટી અને વિવિધ ગેઇમ્સ, હેન્ડી ક્રાફટ, કિચનવેર સહિત કુલ ૬૪ જેટલા સ્ટોલ કરવામાં આવનાર છે. ઉપરાંત સ્વાદનાં શોખીનો માટે સ્વાદીષ્ટ અને શુધ્ધ જૈન ખાણી પીણીની સ્વાદનો તડકો, પધારેલ આમંત્રીતો અને શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

બે દિવસ ચાલનાર આ ''વિન્ટર વુડ્ઝ ફનફેરૂ૨૦૧૯''તા.૫ જાન્યુઆરીનાં રોજ બપોરે ૪ કલાકે ના ડી.વી.મહેતા (એક્રોલીન્સ)ના ઉદ્ઘાટન કરવામાં આવશે, આ ''વિન્ટર વુડ્ઝ ફનફેર-૨૦૧૯એ શનીવારનાં રોજ બપોરે ૪ થી રાત્રે ૧૦ અને તા.૬ને રવિવારે સવારે ૧૦ થી રાત્રી ૧૦ સુધીનો રહેશે.

વિન્ટર વુડ્ઝ ફનફેર-૨૦૧૯ની મુલાકાત લેનાર દરેક વ્યકિતનાં એન્ટ્રી પાસનો એક લક્કી ડ્રોનું આયોજન કરવામાં આવેલ જેમાં બન્ને દિવસના મુલાકાતીઓના એન્ટ્રી પાસ વચ્ચે રવિવારનાં રોજ રાત્રે ૯:૩૦ કલાકે લક્કી ડ્રીથી વિજેતા જાહેર કરવામાં આવશે. જેમાં ટીવી,મોબાઇલ,જયુસર,વેકયુમ કલીનર, અને ડીનર સેટ જેવા ઇનામો રાખવામાં આવેલ છે, માટે દરેક મુલાકાતીઓએ પોતાની એન્ટ્રી ટીકીટ સાચવી રાખવી મુખ્યપાર્ટનર તરીકે એક્રોલોન્સ કલબ અને લક્કી ડ્રોનાં મુખ્ય સહયોગી તરીકે પનાસ (યાજ્ઞિક રોડ)નો સહયોગ સાંપડ્યો છે.

આ ફનફેરમાં મુલાકાતીઓના ગીત સંગીતની સુંદર સફર કરાવવા શનિવારના રોજ ઇવનીંગ ઇવેન્ટમાં સીંગ એલોંગ ગ્રુપ દ્વારા કરાઓકે મ્યુઝીકલ નાઇટ્સનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે તો રવિવારના રોજ ઇવનીંગ ઇવેન્ટમાં સુપ્રસિધ્ધ ડી.જે.ધમાલનું આયોજન કરેલ છે જેમાં આર.જે.આકાશ નવા-જુના ગીતો ઉપર ધૂમ મચાવશે, આ ઇવનીંગ ઇવેન્ટ દરરોજ રાત્રે ૮ વાગ્યે યોજાશે.

વિન્ટર વુડ્ઝ ફનફેર માટે રૂષી વસા, આકાશ ભાલાણી, શ્રેણીક વોરા, ધવલ ગાંધી, રાજન બાટવીયા, રોનક દોશી, ગૌરવ વોરા, ભાવિક વોરા, વિમલ પારેખ, રૂષભ વોરા,કૃણાલ મહેતા, અંજલી દોશી, ફોરમ બદાણી, સરલ દોશી, ભાવિક મહેતા, દિપેશ ગાંધી, બ્રિજેશ દોશી, શિલ્પા વસા કાર્યરત બન્યા છે. સુજીતભાઇ ઉદાણી, ભરતભાઇ શેઠ અને વિમલભાઇ કામદારનું માર્ગદર્શન અને સહકાર મળેલ છે. આ આયોજન અંગે અકિલા કાર્યાલય ખાતે જૈન યુવા જુનિયરના આકાશ ભાલાણી (સેક્રેટરી), ધવલ ગાંધી (ખજાનચી) તથા કુણાલ મહેતા (કમીટી મેમ્બર)એ માહિતી આપેલ (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:31 pm IST)