Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

બીજા ૧૫૦ ફુટ રીંગરોડ ઉપર છાશવારે અકસ્માતો સર્જાય છેઃ સ્પીડબ્રેકર-CCTVકેમેરા-પોલીસ મુકો

છ મહિનામાં ૧૦ ગંભીર અકસ્માતો થયા છેઃ ત્રણ વિદ્યાર્થીના મોત થયા છે

NSUIદ્વારા રાજકોટ કલેકટરને આવેદન અપાયું ત્યારની તસ્વીર.

રાજકોટ તા.૪: એનએસયુઆઇના રોહિત રાજપૂત અને અન્ય ૨૫ થી ૩૦ કાર્યકરોએ કલેકટરને આવેદન પાઠવી ૧૫૦ ફુટ રીંગ રોડ-ર પર મળતા શાળા-કોલેજોના રસ્તાઓ પર સર્કલો, સ્પીડબ્રેકર બનાવવા તેમ સીસીટીવી કેમેરા, ટ્રાફિક પોલીસની બંદોબસ્ત અંગે રજુઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતંુ કે, ૧૫૦ ફુટ રીંગ રડ-ર મળ મળતા શાળા કોલેજોના રસ્તાઓ જેમાં ગર્વમેન્ટ એન્જીનિયરીંગ કોલેજ અને લાભુભાઇ ત્રિવેદી કોલેજની રીંગ રોડ-૨પર ટચ થાય ત્યાં ચાર રસ્તાઓ મળે છે. ક્રાઇસ્ટ કોલેજ તેમજ પાંચથી વધુ સ્કૂલોથી રીંગ રોડ-૨ પર ટચ થાય ત્યાં ચાર રસ્તાઓ મળે છે. વીવીપી એન્જીનિયરીંગ કોલેજ, ગાર્ડી એન્જીનિયરીંગ કોલેજ, ઇન્દુભાઇ પારેખ આર્કીટેક કોલેજ તેમજ ૧૦થી વધુ સ્કૂલ જે કાલાવડ રોડ અને રીંગ રોડ-૨ મળે ત્યાં ચાર રસ્તાઓ મળે ત્યાંથી દરરોજ રૂટ છે.

આ ત્રણે સ્થળો પર વિદ્યાર્થીઓની વધુ પડતી અવર જવર હોવાથી વારંવાર અકસ્માતો સર્જાય છે, છેલ્લા ઘણા સમયથી આ રસ્તા પરના સ્થળોએ ૧૦ થી વધુ ગંભીર અકસ્માતોમાં છેલ્લા બે જ મહિનામાં જ ૩ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે. જેમાનાં એક આશાસ્પદ નિદોર્ષ વિદ્યાર્થીનું બે દિવસ અગાઉ જ અકસ્માતમાં મૃત્યુ થયેલ છે. જેના પરિવારજનોને સરકાર દ્વારા સહાય પેટે પ લાખ રૂપિયા આપવા વિદ્યાર્થીજગતમાં માંગણી ઉઠે છે. તેમજ નાના-મોટા અકસ્માતો વારંવાર સર્જાતા રહે છે. આ રસ્તાઓ પર પુર-ઝડપે આવતા વાહનોનો ભોગ નિદોર્ષ વિદ્યાર્થીઓ તેમજ પ્રજાજનોને જીવ ગુમાવવો પડે છે. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને તે માટે તાત્કાલીક ધોરણે ઉપરોકત ત્રણેય સ્થળો પર મોટા સર્કલો, સ્પીડ બ્રેકરો બનાવવા તમજ સુરક્ષારૂપે સીસીટીવી કેમરા લગાવી ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત ગોઠવવા વિનંતી છે.

જો આ સમસ્યાનો ઉકેલ તાત્કાલિક ધોરણે કરવામાં નહિ આવે તો એનએસ યુઆઇ, શાળા-કોલેજના પ્રતિનિધિઓ સાથે મળી સ્વખર્ચે સમસ્યાનો ઉકેલ લાવશે તેમજગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ ઉમેર્યું છે.

આવેદન આપવામાં એનએસયુઆઇના પ્રદેશ ઉપપ્રમુખ સુરજ ડેર, જિલ્લા પ્રમુખ જયકિશન ઝાલા, જિલ્લા ઉપપ્રમુખ રોહિત રાજપૂત, કરણ લાવડિયા, વિક્રમ બોરીચા, રવિ સિંધવ, કિરીટ ડોડીયા, ગૌતમભાઇ પટેલ, અભિ તલાટીયા, અફઝલ જુણેજા, મિત પટેલ, માનવ સોલંકી, હર્ષ અશર, પારસ રાઠોડ, પરીન પટેલ સહિત જોડાયા હતા.

(3:25 pm IST)