Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ઘાટકોપર હિંગવાલાલેન ઉપાશ્રયના પ્રાંગણે

સૌરાષ્ટ્ર કેશરી પૂ.પ્રાણલાલજી મ.સા.ની ૬૩મી પૂણ્યતિથી તપ- જપથી ઉજવાઈ

રાજકોટ,તા.૪: ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક સદ્ગુરૂદેવ પૂ.જગદીશ મુનિ મ.સા.ના સુશિષ્ય ક્રાંતિકારી સંત પૂ.પારસમુનિ મ.સા.ના સાનિધ્યે શ્રી વર્ધમાન સ્થા.જૈન શ્રા.સંઘ ઘાટકોપર હિંગવાલાલેન ઉપાશ્રયના પ્રાંગણે સૌરાષ્ટ્ર કેસરી પૂ.શ્રી પ્રાણલાલજી મ.સા.ની ૬૩મી પુણ્યતિથિ તા.૩ના રોજ તપ- જપની વિશિષ્ટ સાધનાથી ૧૦૮ નમોત્થુણંના જપ સાથે અનેક ભાવિકોએ ઉજવી. સ્વયંને ધન્ય બનાવ્યા.

આ અવસરે પૂ.દેવેન્દ્રમુનિ મ.સા., પૂ.લતાબાઈ મ.સ., પૂ.અનિલાબાઈ મ.સ., પૂ.પ્રીતિ સુધાબાઈ મ.સ., પૂ.ભાનુબાઈ મ.સ., પૂ.રોશનીબાઈ મ.સ.આદિ તથા લીંબડી અજરામર સંપ્રદાયના પૂ.યોગિનીબાઈ મ.સ., પૂ.તરૂબાઈ, પૂ.ઉષાબાઈ મ.સ. આદિ સતીવૃંદ ઉપસ્થિત રહેલ. પૂ.ગુરૂદેવને ભાવાંજલી અર્પણ કરેલ.

પૂ.રોશનીબાઈ મ.સ.એ ભાવવાહી સ્તવન દ્વારા ગુરૂ પ્રાણના જીવનને રજૂ કરેલ તથા પૂ.રોશનીબાઈ મ.સ.અને પૂ.ભાવિનીબાઈ મ.સ.એ મધૂર સ્વરમાં નમોત્થુણંના જપ ત્રણ કલાક કરાવેલ.

હિંગવાલા શ્રી સંઘના ટ્રસ્ટીઓ તથા પદાધિકારીગણ દ્વારા કીર્તિભાઈ કોઠારીની ૫૦ વર્ષની શ્રીસંઘમાં નિઃસ્વાર્થભાવે સેવાને બીરદાવતા શ્રીસંઘ દ્વારા ' સંઘ ગૌરવ'ના પદથી વિભૂષિત કરવામાં આવ્યા. બિપીનભાઈ સંઘવી (પ્રમુખ) ટ્રસ્ટી, અનિલભાઈ સુતરિયા (ટ્રસ્ટી), મુકેશભાઈ કામદાર (ટ્રસ્ટી), મનસુખભાઈ કોઠારી (ઉપપ્રમુખ), લલિતભાઈ ઠક્કર (ઉપપ્રમુખ), અશોકભાઈ તુરખીયા (મંત્રી), છાયાબેન કોટીચા (મંત્રી), નિતિનભાઈ બદાણી (ખજાનચી), હરેશભાઈ અવલાણી આદિએ કીર્તિભાઈ કોઠારીનું અભિવાદન કરેલ.

પૂ.પારસમુનિ મ.સાહેબે જણાવેલ કે તપસમ્રાટ ગુરૂદેવ રતિલાલજી મ.સા.અને ગુરૂદેવ જગદીશ મુનિ મ.સા. તથા ગુરૂદેવ જનકમુનિ મ.સા. તેના હૃદયમાં વસેલા છે અને ગુરૂદેવોના હૃદયમાં કીર્તિભાઈ વસેલા હતા. નામ પ્રમાણે જેની કીર્તિ ચારે દિશામાં ફેલાયેલી છે. જેમણે ૮ વર્ષની ઉંમરે પૌષધ કરેલ. ધર્મ-તપ- ત્યાગ- દાનના સંસ્કારનો વારસો જાળવેલ છે. આવા સુશ્રાવકએ સંઘ, ગોંડલ સંપ્રદાય અને જિનશાસનનું ગૌરવ છે. કીર્તિભાઈને 'સંઘ ગૌરવ' પદથી શ્રી સંઘે વિભૂષિત કરી યથાર્થ કાર્ય કર્યુ છે.

આ અવસરે શ્રી હિંગવાલા સંઘ દ્વારા પૂ.પારસમુનિ મ.સાહેબને આગામી ઈ.સ.૨૦૨૦ની આયાંબિલ ઓળીની વિનંતી કરતા શ્રી સંઘની વિનંતીનો સ્વીકાર કરી આગારો સહિત આગામી વર્ષની ચૈત્રમાસની આયંબિલ ઓળીનો સ્વીકાર કરેલ અને જણાવેલ કે શ્રી સંઘમાં શ્રી સંઘમાં સદૈવ આનંદ, મંગલ અને સંપ જળવાઈ રહે તેવી શુભભાવના  ભાવેલ. શ્રી સંઘમાં આગામી ૨૦૨૦ની આયંબિલ ઓળીમાં પૂ.પારસમુનિ મ.સા. અને પૂ.લતાબાઈ મ.સ.આદિ ઠાણા પધારશે. કાર્યક્રમ બાદ સંઘ પ્રમુખ બિપીનભાઈ સંઘવીએ સર્વનો આભાર માનેલ તથા કાર્યક્રમનું સંચાલન મનસુખભાઈ કોઠારીએ કરેલ. પ્રીતિભોજ માતુશ્રી ગુલાબબેન જયંતિલાલ કોઠારી હ.રીટાબેન ર્કીતિબેન કોઠારી પરિવાર તથા ભાવિતાબેન કમલેશભાઈ ઠોસાણી પરિવાર દ્વારા રાખવામાં આવેલ. પધારેલ સર્વ આરાધકોને અડદિયા દાતાઓ તરફથી આપવામાં આવેલ.

(3:23 pm IST)