Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

રવિવારે રાજકોટમાં ટ્રાવેલ ઉત્સવ-૨૦૧૯

બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેકસ પ્રા.લી. દ્વારા આયોજનઃ ડિસ્કાઉન્ટ સ્કીમ અપાશે

રાજકોટ, તા. ૪ : બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેકસ પ્રાઈવેટ લીમીટેડ, રાજકોટ દ્વારા આગામી તા.૬ના રવિવારે સવારે ૧૦ થી સાંજે ૭ સુધી હોટલ ઈમ્પીરીયલ પેલેસ યાજ્ઞિક રોડ ખાતે ટ્રાવેલ ઉત્સવ ૨૦૧૯ યોજાશે. ગત વર્ષના ટ્રાવેલ ઉત્સવ ૨૦૧૮ને મળેલ અભૂતપૂર્વ પ્રતિસાદને ધ્યાનમાં લઈને એડવાન્સ પ્લાનીંગ કરી શકતા ગ્રાહકો માટે મેગા ડિસ્કાઉન્ટ સ્કીમ એટલે ટ્રાવેલ ઉત્સવ ૨૦૧૯.

હંમેશા કંઈક અવનવું આપવા માટે પ્રખ્યાત ''બેસ્ટ ટુર્સ'' સાલ કા સબસે સસ્તા એક દિનના બેનર સાથે ગ્રાહક મિત્રો અને સૌરાષ્ટ્રની ફરવાની શોખીન જનતા માટે ૨૦૧૯ના દરેક ડોમેસ્ટીક તથા ઈન્ટરનેશનલ પ્રવાસો પર મેગા ડિસ્કાઉન્ટ ઓફર લઈને આવેલ છે. છેલ્લા ૨૨ વર્ષથી રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રની જનતાનો જેમને સહકાર મળતો આવ્યો છે તેવું ટ્રાવેલની દુનિયામાં ગુંજતુ નામ એટલે બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેકસ પ્રાઈવેટ લીમીટેડ, રાજકોટ. એર ટીકીટ, ફોરેન એકસચેન્જ, હોટેલ બુકીંગ, પાસપોર્ટ વિઝા, યુ.એસ.એ. ઈબી-૫ વિઝા, ક્રુઝ બુકીંગ ઉપરાંત ડોમેસ્ટીક તથા ઈન્ટરનેશનલ પેકેજ ટુર જેવી દરેક સેવાઓ માટે વન સ્ટોપ સોલ્યુશન્સ આપતુ બેસ્ટ ટુર્સ ગ્રાહક પ્રથમના અભિગમને કારણે હંમેશા અલગ છાપ પાડતુ આવ્યું છે. મેનેજીંગ ડાયરેકટર દિપકભાઈ કારીયા તથા ડાયરેકટર્સ વત્સલભાઈ અને અંજલીબેન ઉપરાંત ૨૫ મેમ્બર્સની સક્ષમ ટીમ હંમેશા નવા પ્રવાસ આયોજનો, નવા પ્રવાસ સ્થળ, નવી સાઈટ સીઈંગ અને ભાવતા ભોજનની વ્યવસ્થા તથા ગ્રાહક મિત્રોએ ચૂકવેલ નાણાનું સો ટકાથી પણ વધારે વળતર આપવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. ગ્રાહકોના વેકેશન કયારેય એક સ્થળે ફરી રીપીટ થતા નથી તે વાત જાણતા હોવાથી દેશ - વિદેશના તેમના કોઈપણ પ્રવાસો દરમિયાન શકય તેટલી વધુ અને ચોક્કસ સગવડ મળતી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે.

બેસ્ટ ટુર્સના શ્રી વત્સલભાઈના જણાવ્યા મુજબ સમયાંતરે તેઓ દેશ - વિદેશના દરેક સ્થળે રૂબરૂ જઈ નવા આકર્ષણો, નવા રેસ્ટોરન્ટ, સારી હોટલ ઉપરાંત ટ્રાન્સપોર્ટનું જાત પરીક્ષણ કરતાં રહે છે. તથા દેશ - વિદેશમાં પૂર્ણ નેટવર્ક ધરાવતા હોવાથી ઈમરજન્સી દરમિયાન જરૂર પડ્યે ત્વરીત સેવાનો લાભ આપવા બેસ્ટ ટુર્સ હંમેશા સક્ષમ ગણાય છે.

કોઈપણ ડોમેસ્ટીક - ઈન્ટરનેશનલ પ્રવાસોનું બુકીંગ એક  જ સ્થળે હોટલ ઈમ્પીરીયલ પેલેસ ખાતે કરી શકાશે. સ્પોટ બુકીંગ પર સ્પોટ ડિસ્કાઉન્ટ ટ્રાવેલ્સ ઉત્સવ ૨૦૧૯ ડિલ્સ ઐસી જો દિલ કો છું જાય સ્પોટ બુકીંગ પર સ્પોટ ડિસ્કાઉન્ટ ઉપરાંત લકી ડ્રો અને ઓનલાઈન શોપીંગ વાઉચર સહિત મેગા ડિસ્કાઉન્ટ સ્કીમ તથા દુનિયાના દરેક સ્થળોની માહિતી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે. ટ્રાવેલ ઉત્સવ ૨૦૧૯ ઈમ્પીરીયલ પેલેસ હોટલ, ડોકટર યાજ્ઞિક રોડ, રાજકોટ. વધુ માહિતી માટે સંપર્ક વત્સલભાઈ ૯૩૭૫૨ ૦૧૧૧૦, ૮૦૦૦૫ ૦૦૦૫૦નો સંપર્ક કરવા યાદી જણાવે છે.

(3:21 pm IST)