Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

કાલે સ્વામીનારાયણ મુખ્ય મંદિરે શુકાનંદ સ્વામીની ૧૫૦મી અંતરધ્યાન તિથિ ઉજવાશે

રાજકોટ, તા. ૪ : વડતાલમાં ઉજવાનાર વચનામૃત દ્વિ શતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામીનારાયણ ભગવાનના લહિયા (લેખક) અને વચનામૃતના લેખનકર્તા શ્રી શુકાનંદ સ્વામી (શ્રી સુકમુનિ)ની ૧૫૦મી અંતરધ્યાન તિથિનો મહોત્સવ તા.૫ને શનિવારે રાત્રે ૯ થી ૧૨ સુધી સ્વામીનારાયણ મંદિરના વિશાળ એરકન્ડીશન્ડ સભા મંડપમાં તપોમૂર્તિ સદ્દગુરૂ શ્રી હરિચરણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ટેમ્પલ બોર્ડની અનુમતિથી મંદિરના મહંત શાસ્ત્રી સ્વામી શ્રી રાધા રમણદાસજી સ્વામીના સાનિધ્યમાં આ ઉત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાશે.

સુકાનંદ સ્વામી ઉર્ફે શુકમુનિના જીવનનો સંક્ષિપ્તસાર આ મુજબ છે. (૧) ૧૩ વર્ષની ઉંમરે જગન્નાથ માતા સાથે ડભાણ યજ્ઞમાં પધાર્યા ગર્ભાવાસની વિગત સંતોએ જણાવી. (૨) ૧૪ વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી ગોવિંદાનંદ નામ ધારણ કરી બ્રહ્મચારી બન્યા. પાંચ વર્ષ સુધી પાર્ષદ રહ્યા. (૩) ૨૧ વર્ષની ઉંમરે દિક્ષા ગ્રહણ કરી અને શુકાનંદ સ્વામી નામ ધારણ કર્યુ.

સ્વામીનારાણ ભગવાનના તેઓ લહીયા (લેખક) હતા અને વચનામૃત પુસ્તકના તેઓ લેખક કર્તા હતા. ગુજરાતના ખ્યાતનામ પ્રવકતા અને રજૂઆત શ્રી લક્ષ્મણભાઈ આદ્રોજા આ કાર્યક્રમ રજૂ કરશે. પાર્ષદ વર્ય કવિરાજ શ્રી કાંતિ ભગતનો સહયોગ મળ્યો છે. દેવ ઉત્સવ મંડળ રાજકોટના સેવાભાવી પ્રમુખ શ્રી જીતુભાઈ રાધનપરાના નેતૃત્વ નીચે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી, બાલાજી મંદિરના મહંત સ્વામી વંદનીય સદ્દગુરૂ શ્રી વિવેકસાગરદાસજી સ્વામી પૂર્વ કોઠારી શ્રી પાર્ર્ષદ વર્ય કવિરાજ શ્રી કાંતિ ભગત સદ્દગુરૂ શાસ્ત્રી સ્વામી શ્રી નિલકંઠચરણદાસજી મહંત શ્રી ગાદીસ્થાન જેતપુર શાસ્ત્રી શ્રી વ્રજવલ્લભદાસજી, ઉદયનગર રાજકોટ તથા પૂજય પૂર્ણપ્રકાશદાસજી સ્વામી રાજકોટ ગુરૂકુળ તથા શાસ્ત્રી સ્વામી શ્રી સત્સંગભૂષણદાસજી કણભા તથા વાસુદેવ સ્વામી, શાસ્ત્રી દેવપ્રકાશદાસજી સ્વામી, પૂજારી શ્રી ભકતવત્સલદાસજી સ્વામી તથા ભંડારી શ્રી આત્મજીવનદાસજી સ્વામી ઉપસ્થિત રહેશ.ે સભાનું સંચાલન દેવઉત્સવ મંડળના પ્રમુખ શ્રી જીતુભાઈ રાધનપુરા, આભાર દર્શન પાર્ષદ વર્ય કાંતિ ભગત કરશે. મહંત સ્વામી શાસ્ત્રી રાધારમણદાસજી દ્વારા સૌ હરિભકતોને નિમંત્રણ અપાયાનું મંત્રી શ્રી મનસુખભાઈ એમ. પરમારની યાદીમાં જણાવાયું છે.

(3:19 pm IST)