Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

સમસ્ત બ્રહ્મ સમાજ-દ્વારા ઓપન ગુજરાત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ

૧૩મી જાન્યુઆરીથી રેલ્વે ગ્રાઉન્ડ(લોકો કોલોની) ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનો દબદબાભેર ઉદ્ઘાટનઃ કશ્યપ શુકલ, દર્શિત જાની

રાજકોટ, તા.૪: શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ-રાજકોટ દ્વારા ઓપન ગુજરાત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૧૯નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટ રેલ્વે ક્રિકેટ ગ્રાઉન્ડ(લોકો કોલોની)ખાતે યોજાશે. ટુર્નામેન્ટમાં રાજકોટ શહેર ઉપરાંત સુરત, અમદાવાદ, સુરેન્દ્રનગર, પાટડી, જામનગર, ભાવનગર, ગોંડલ વગેરે શહેરોમાંથી ટીમો ભાગ લેશે. ટુર્નામેન્ટના બધા મેચો ૧૨ ઓવરના રહેશે. પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ ચેમ્પીયન તથા રનર્સ અપ ટીમને રોકડ પુરસ્કાર ઉપરાંત દરેક મેચમાં મેન ઓફ ધ મેચ, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ, બેસ્ટ બોલર, બેલ્ટ બેટ્સમેન વગેરે જેવા અનેક પુરસ્કારો આપવામ)ં આવશે.

સમગ્ર ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર ગુજરાતના નામાંકીત રણજી ટ્રોફીના ખેલાડીઓ, બ્રહ્મ સમાજના આગેવાનો, ઉદ્યોગપતી તેમજ સામાજીક આગેવાનો દર રવિવારે ખાસ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે. ટુર્નામેન્ટમાં સેમીફાઇનલમાં પહોંચનારી ટીમોને પ્રતિવર્ષની માફક કલર યુનિફોર્મ આ વર્ષે પણ આપવામાં આવશે.

આ ટુનાર્મન્ટમાં ભાગ લેવા ઇચ્છતી ટીમોએ તા.૭ જાન્યુઆરી સુધીમાં પોતાની એન્ટ્રી નીચેના સ્થળે પહોંચાડવાની રહેશે. સ્થળઃ શ્રી મુરધીધર શૈક્ષણિક સંકુલ ૮/૧૧ વર્ધમાનગર, પેલેસ રોડ, રાજકોટ એન્ટ્રી અને વધુ વિગત માટે હિતેષભાઇ (મો.૯૮૯૮૨ ૧૫૯૩૫)ધવલભાઇ(મો. ૯૬૬૨૪૦૦૦૧૩)નો સંપર્ક કરવો.

સમગ્ર ટુર્નામેન્ટના આયોજન માટે બ્રહ્મ અગણી કશ્યપભાઇ શુકલ તથા દર્શિતભાઇ જાનીના માર્ગદર્શન હેઠળ રેલ્વેના હિરેનભાઇ મહેતા, બ્રહ્મ સમાજના મહામંત્રી કમલેશભાઇ ત્રિવેદી હિતેશભાઇ જાની, મયુરભાઇ પાઠક, ધવલભાઇ, રાહુલભાઇ, જીજ્ઞેશભાઇ ઉપાધ્યાય, જાનીભાઇ, કરણ જાની, આશીષભાઇ તીવેરી, રાજુભાઇ ભટ્ટ વગેરે દ્વારા આ ટુર્નામેન્ટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

(3:11 pm IST)