Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

એઇમ્સ આપવાની ભારતના નકશામાં રાજકોટની એક આગવી ઓળખ થશે

વડાપ્રધાન, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કરતા બીનાબેન, અશ્વિન મોલીયા, ઉદય કાનગડ, દલસુખ જાગાણી તથા અજય પરમાર

રાજકોટ, તા.૪: રાજકોટને એઈમ્સ હોસ્પિટલ આપવા બદલ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનો મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર દ્વારા સંયુકત આભાર માનેલ હતો આ અંગે પદાધિકારીઓએ જણાવ્યું હતુ કે, યાદીમાં જણાવે છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં એઈમ્સ આપવા નિર્ણય કરેલ હતો. એઈમ્સ રાજકોટ કે બરોડા આપવા માટેની સ્થળ પસંદગીની કમિટીની રચના કરવામાં આવેલ. પ્રધાનમંત્રી ગુજરાત પ્રત્યેની સહાનુભૂતિ અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની લાગણી અને માંગણી સ્વીકારી રાજકોટ શહેરને એઈમ્સ આપવાનો નિર્ણય કરેલ છે. જે રાજકોટ શહેર તથા સૌરાષ્ટ્ર તથા કચ્છવાસીઓને આશીર્વાદરૂપ પુરવાર થશે. રાજકોટમાં જામનગર રોડ ખાતે ૧૨૦ એકરમાં એઈમ્સનું નિર્માણ થશે. આધુનિક સારવાર, સુવિધા સંપન્ન થશે. એઈમ્સ આવવાથી ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના દર્દીઓને એઈમ્સનો ખુબ જ મોટો લાભ મળશે. આ ઉપરાંત મેડીકલ કોલેજોની સીટો વધશે અને તબીબી ક્ષેત્રે જુદા જુદા સંશોધનો થશે. તેમ અંતમાં મેયર સહિતના પદાધિકારીઓએ જણાવ્યુ હતુ.

(3:10 pm IST)