Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

રાજકોટને એઇમ્સની સુવિધા મળતા નરેન્દ્રભાઇને અભિનંદન પાઠવતા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા

ખીરસરા-રણમલ તા. ૪ :.. રાજકોટના ખંઢેરીમાં નવી એઇમ્સ મેડીકલ કોલેજનું નિર્માણ કરવામાં આવશે સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓને આરોગ્યનો બહુ મોટો લાભ મળી શકશે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલને અભિનંદન....

ગુજરાતની જનતા ઘણા સમયથી રાહજોતી તેનો સુખદ અંત માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના રાજકોટ જીલ્લાને ભારત સરકારના સંપૂર્ણ સહયોગથી ૧ર૦૦ કરોડના ખર્ચે રાજકોટ શહેરના ખંઢેરી પાસે નવી એઇમ્સ મેડીકલ કોલેજનું નિર્માણ કરવાની મંજૂરી આપતા રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા માનવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન પાઠવુ છુ ગુજરાત રાજયના માનય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલના સફળ પ્રયત્નોથી ગુજરાતને એઇમ્સ મળતા તેઓને ગ્રામ્ય જનતા વતી શુભેચ્છા પાઠવુ છુ અને ગુજરાતના રાજકોટ જીલ્લાને એઇમ્સ મળતા સૌરાષ્ટ્ર-કચ્છની મધ્યમ વર્ગની જનતાને આરોગ્યનો સારો એવો લાભ મળશે ને બદલે કેન્દ્ર સરકારનો હું ખૂબ આભાર વ્યકત કરૂ છું.

રાજકોટને એઇમ્સ મળે તે માટે શ્રેષ્ઠ જગ્યા માટે ઘણા સમયથી રાજકોટના જૂદા જૂદા વિસ્તારોમાં કેન્દ્ર અને રાજયની ટીમોએ સર્વેક્ષણ કરી શ્રેષ્ઠ જગ્યા ખંઢેરી ઉપર પસંદગી ઉતારવામાં આવી છે ભારત સરકારના સંપૂર્ણ સહયોગથી ર૦૦ એકરની જમીનમાં ૧ર૦૦ કરોડના ખર્ચે ૮૦૦ બેડની સુવિધા સાથે ભારતની શ્રેષ્ઠ હોસ્પિટલ ખંઢેરી ખાતે નિર્માણ પામશે જેમાં હોસ્પિટલ સલગ્ન મેડિકલ કોલેજમાં એમ. બી. બી. એસ. માટે અંદાજીત ૧૦૦ બેઠકો ફાળવવામાં આવી છે જેમાં એઇમ્સના કારણે હાર્ડ ડીસીઝ કેન્સર ન્યુરોસર્જરી જેવી મુશ્કેલી સારવાર હવે રાજકોટમાં ઉપલબ્ધ થશે જેનો લાભ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની જનતાને મળશે જેમાં અદ્યતન મેડીકલ સાધન સામગ્રી મશીનરી વિકાસાવામાં આવશે વિશ્વના નામાંકિત ડોકટરોની સેવા મધ્યમ વર્ગ અને ગ્રામ્ય વિસ્તારની જનતાને મળશે ઉપરાંત એઇમ્સ હોસ્પીટલમાં ટીચેંગ રીસર્ચ અને નવા સંશોધનોના કારણે એમ. ડી. એમ. એસ. જેવા ઉતમ ડોકટરોની ટીમ તૈયાર થશે એક જ જગ્યાએ તમામ સારવાર ગુજરાતની તામામ જનતાને મળી રહેશે જેનાથી રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના તમામ જીલ્લા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને ખૂબ જ સારી સારવાર મળી રહેશે અંતમાં ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયાએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલેનો રાજકોટને એઇમ્સ મળતા ગ્રામ્ય જનતા વતી આભાર વ્યકત કરેલ છે. (પ-૧૭)

(11:48 am IST)