Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

રાજકોટમાં AIIMS બનવાથી આરોગ્ય ક્ષેત્રની તમામ વ્યાપક સુવિધાઓ એક જ છત નીચે ઉપલબ્ધ હશે

મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ, હોસ્પિટલ, રિસર્ચ સેન્ટર, લેબોરેટરી સહિતની તમામ સુવિધાઓ મળશે

અમદાવાદઃ રાજકોટમાં એઇમ્સની ફાળવણી થતા રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં ખુશીનો માહોલ છેવાયો છે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) દેશની સર્વોચ્ચ અને સ્વતંત્ર મેડિકલ સંસ્થા છે, જ્યાં દર્દીઓને મફતમાં સારવાર પૂરી પાડવામાં આવે છે, એક સંપૂર્ણ સંકૂલ હોય છે, જેમાં મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ, હોસ્પિટલ, રિસર્ચ સેન્ટર, લેબોરેટરી સહિતની તમામ સુવિધાઓ એક છત નીચે ઉપલબ્ધ હોય છે

  દેશમાં પ્રથમ AIIMSની સ્થાપના 1956માં નવી દિલ્હી ખાતે કરાઈ હતી AIIMS ની સ્થાપના રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે એક્ટ ઓફ પાર્લામેન્ટ દ્વારા કરવામાં આવી હતી. જેમાં તબીબી ક્ષેત્રની તમામ શાખાઓમાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટનું શિક્ષણ પૂરું પાડવાનો મુખ્ય ધ્યેય છે. આરોગ્ય ક્ષેત્રની તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવાના હેતુ સાથે સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. નવી દિલ્હી ખાતે આવેલી AIIMS ભારતમાં આવેલી તમામ AIIMSનું વડું મથક ગણાય છે

  આ સંસ્થામાં આરોગ્ય ક્ષેત્રની તમામ વ્યાપક સુવિધાઓને એક જ છત નીચે પૂરી પાડવામાં આવે છે, જેમ કે શિક્ષણ, સંશોધન અને દર્દીઓની સારવાર. AIIMS  માટે બનાવાયેલા કાયદા મુજબ અહીં અહીં આરોગ્ય ક્ષેત્રની 42 શાખાઓમાં શિક્ષણ અને સંશોધનનું કાર્ય હાથ ધરવામાં આવે છે. તેની સાથે જ અહીં નર્સિંગ કોલેજ પણ હોય છે જ્યાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ એમ બંને પ્રકારની ડિગ્રી આપવામાં આવે છે. એઈમ્સના સંશોધન વિભાગ દ્વારા એક વર્ષમાં 600 જેટલા સંશોધન પત્રો રજૂ કરવાનો રેકોર્ડ છે. 

(9:54 pm IST)