Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

રાજકોટને એઇમ્સ મળવાની જાહેરાત થતા પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને શિવસેનાએ ફોડ્યા ફટાકડા :વહેંચી મીઠાઈ

એઇમ્સ મળ્યાની ખુશી ,વધામણાં અને ઉજવણી કરવામાં ભાજપ પહેલા ટીમ ઇન્દ્રનીલ આગળ

 

રાજકોટને એઇમ્સ મળવાની જાહેરાત થતાં રાજકોટવાસીઓમાં આનંદની લાગણી છવાઇ ગઇ છે. જો કે એઇમ્સની જાહેરાત થયા બાદ ભાજપ પહેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને શિવસેનાના હોદ્દેદારોએ ફટાકડા ફોડી એઇમ્સના વધામણા કર્યા હતા.

   કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યં ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને તેમની ટીમે શહેરના જિલ્લા પંચાયત ચોક નજીક આતશબાજી વડે ઉજવણી કરી હતી. સાથે રાહદારીઓને મીઠાઇ ખવડાવી હતી. તો શિવસેનાના હોદ્દેદારોએ પણ જ્યુબિલી ચોકમાં ફટાકડા ફોડી એઇમ્સની જાહેરાતને વધાવી હતી.

(9:48 pm IST)