Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

જય ભવાની સેવા દ્વારા ક્ષત્રિય બંધુઓને શુભકામના

જય ભવાની રાજપુત યુવા ગ્રુપ દ્વારા શહેર ભાજપ પક્ષમાં  નવ નિયુકત હોદેદારો ક્ષત્રિય રાજપુત સમાજના ભાઇઓને નવી જવાબદારી મળવા બદલ મીઠાઇ ખવડાવી ફુલહારથી સ્વાગત અભિવાદન કરાવ્યું હતુ. જેમાં ૧૬માં યુવા ભાજપ મોરચાના ઉપપ્રમુખ જયપાલસિંહ ચાવડા, વોર્ડ નં.૧૬માં યુવા ભાજપ મહામંત્રી જયસિંહ ડાભી, વોર્ડનં.૧૪ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય જયદિપસિંહ દેવડા, વોર્ડનં.૧૭ના કારોબારી સભ્ય ચેતનસિંહ સિંઘવને નરેન્દ્રસિંહ ડોડ, હાર્દિકસિંહ ડાભી, સંજયસિંહ ગોહીલ, રાજવિરસિંહ ડોડીયા, મહિપતસિંહ ડાભી, રવિરાજસિંહ ડાભી, પ્રશાંતસિંહ વણોલ, રણજીતસિંહ ચાવડા, જયદીપસિંહ વાઢેર, કાનજી ચૌહાણ, શિવરાજસિંહ ડોડીયા, નરેન્દ્રસિંહ વાઘેલા, નીતીનસિંહ ડાભી, મેહુલસિંહ જાદવ, જયેન્દ્રસિંહ પરમાર, મોહીતસિંહ દેવડા, અજીતસિંહ રાજપુત, મહેન્દ્રસિંહ જાદવ તથા ભવાની યુવા ગ્રુપ દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા.

(2:53 pm IST)