Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

કોઠારિયા સોલવન્ટ પાસે વાડીમાં ગોધરા પંથકની લીલા રાઠવાનો ફાંસો ખાઇ આપઘાત

યુવતી પાંચ માસથી રાજુ નામના શખ્સ સાથે પત્ની તરીકે રહેતી હતીઃ કારણ જાણવા તપાસ

રાજકોટ તા. ૩: કોઠારિયા સોલવન્ટ નજીક આવેલી વાડીમાં મજૂરી કામ કરતી ગોધરાની યુવતીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ કોઠારિયા સોલવન્ટ અને કોઠારિયા રોડની વચ્ચે આવેલી કબુભાઇ જીવણભાઇની વાડીમાં રહેતી ગોધરા પંથકની લીલા જીત્યાભાઇ રાઠવા (ઉ.વ. ર૩) એ વાડીમાં વાયર વડે ગળાફાંસો ખાઇ લીધો હતો. કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ના ઇએમટી દિવ્યાબેન બારડ સહિત સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવતીનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. મહેન્દ્રભાઇ પરમારે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતક લીલા રાજુ નામના શખ્સ સાથે પત્ની તરીકે રહેતી હતી રાજુ લીલાને ગોધરાથી સાથે લઇને આવ્યો ત્યારે વાડી માલીક કબુભાઇને કહેલ કે 'અમારી પત્ની છે' કહી બંને વાડીમાં મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગેની કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:41 pm IST)