Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

જયપુર (રાજસ્થાન)માં આવેલ ક્લાર્કસ આમેર ફાઈવસ્ટાર હોટલમાં વેપારીના સ્વાંગમા રોકાઇ બે કરોડના ડાયમંડ દાગીનાની ચોરીમાં આંતરરાજ્ય આરોપીને ઘરેણાઓ સાથે સુરત શહેર ક્રાઈમ બ્રાંચે પકડયો

રાજકોટઃ સુરત શહેરમાં બનતા ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા સારૂ પોલીસ કમિશ્નર સુરત શહેરએ સુચના આપી હોઈ જેથી અધિક પોલીસ કમિશનરશ્રી ટ્રાફિક એન્ડ ક્રાઈમ તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ક્રાઈમની સુચના હેઠળ મદદનીશ પોલીસ કમિશનર ક્રાઈમ બ્રાંચ અને પોલીસ ઈન્સ્પેક્ટર ક્રાઇમબ્રાંચના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ટીમ સાથે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન જયપુર પોલીસે ક્રાઇમબ્રાંચનો સંપર્ક કરતા બાતમી હકિકત આધારે આરોપી જયેશ રવજીભાઇ સેજપાલ (રહે. બી/૨ પદમાવતી એપાર્ટમેન્ટ મુક્તાનંદ રોડ વાપી વેસ્ટ જી. વલસાડ મુળગામ-જોડીયા જામનગર)ને સુરત શહેર દીલ્લીગેટ વિસ્તારમાંથી આશરે ૨ કરોડ રૂપીયાના સોનાના ડાયમંડ જડીત નીચે જણાવેલ ઘરેણાઓ સાથે પકડી પાડી રાજસ્થાન જયપુર પોલીસને સોપવા તજવીજ કરેલ છે.

- કબજે કરેલ વસ્તુઓ

સોનાના કંગન ગુલાબના ફૂલના ડીઝાઇનવાળા નંગ- ૨, સોનાનો હાર રાણી ELIZABETH.II 50. DOLLARS 1947 લખેલ ડીઝાઇનવાળો છે. નંગ- ૧, સાચા કલચર મોતી માળામા સોનાનુ હીરા જડીત પેન્ડલ છે નંગ- ૧ - સોનાનો હીરાજડીત, હ્યુ પન્ના સ્ટોન જડીત હાર તથા કાનનુ બુટ્ટી સાથેનો સેટ નંગ- ૧, ડાયમન્ડ જડીત સોનાનો હાર સફેદપોલીશ વાળો છે નંગ- ૧ હીરાજડીત સોનાનો પાટલો નંગ, સફેદ ધાના અમેરીકન ડાયમન્ડ જડીત કંગન નંગ-૨ - સેમસંગ કંપનીના મોબાઇલ ફોન નંગ- ૨- રોકડા રૂ. ૩૭૯૫૦

- ડીટેક્ટ થયેલ ગુના:-

(૧)જયપુર શહેર, જવાહર સર્કલ પો.સ્ટે ગુરન ૬૦૫/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૪૫૪,૩૮૦,૧૨૦(બી) (ધરફોડ ચોરી) (૨) ઉદયપુર શહેર ખાતેની હોટલમાંથી થયેલ ઘરફોડ ચોરીનો ગુનો ડીટેક થયેલ છે.

મજકુર આરોપીને યુક્તિ-પ્રયુક્તિ મુજબ પુછપરછ કરતા જણાવે છે કે, આજથી ચાર પાંચ દિવસ પહેલા રાજસ્થાનના જયપુર શહેરમા આવેલ ફાઇવસ્ટાર હોટલ ક્લાર્કસમા ચોરી કરવાના ઇરાદે જઇ ત્યાં આગળ રૂમ નંબર ૪૩૭ માં રાહુલ નામના ઇસમનુ લગ્ન હોવાની માહીતી મેળવી સાંજના સમયે રૂમવાળા બહાર ગયેલ હતા ત્યારે રૂમનો દરવાજો ખોલી રુમની તિજોરી ખોલી તેમાંથી કીમતી ઘરેણાઓની ચોરી કરી નાશી ગયેલ હતો. વિગેરે હકીકત જણાવેલ છે.

ગનાહીત ઇતિહાસઃ- સને ૨૦૦૩ મા મુંબઇ ખાતેની હોટલમાંથી લેપટોપ ચોરી કર્યાના ગુનામા પકડાયેલ છે. સને ૨૦૦૫ મા આગ્રા ખાતેની હોટલમા રોકાઈ ત્યાથી ૩.૧૩૦૦ ડોલરની ચોરીના ગુનામા પકડાયેલ છે.

 સને ૨૦૧૯ મા હૈદરાબાદ ખાતેની હોટલમાંથી ૫૦૦ ગ્રામ ગોલ્ડની ચોરી કર્યાના ગુનામા પકડાયેલ છે. -કોઇમબતુર ખાતેની હોટલમાંથી ૧૫૦ ગ્રામ ગોલ્ડ જ્વેલરી ચોરી કર્યાના ગુનામા પકડાયેલ છે.

- કેરલા ખાતેની હોટલમાંથી ૧૨૫ ગ્રામ ગોલ્ડ જ્વેલરી ચોરી કર્યાના ગુનામાં પકડાયેલ છે. વિશાખાપટ્ટનમ ખાતેની હોટલમાંથી રોકડ તથા ગોલ્ડ જ્વેલરી ચોરી કર્યાના ગુનામા પકડાયેલ છે.

ફાઇવસ્ટાર હોટલોમા વેપારી તરીકે રોકાઇ લગ્ન પ્રસંગ તથા પાર્ટી ફંકશનમા આવેલ લોકોની ભીડભાડમા ઉભો રહી આવતા જતા મહેમાનો સાથે ભળી જઇ તેમની વાતચીન પરથી તેમના નામ અને રુમ નંબર અંગેની માહીતી મેળવી રીસેપશન કાઉન્ટર પરથી પોતે રૂમ બુક કરનાર બોલતો હોય તેમ રુમ નંબર ની ચાવી માંગી તે રૂમમા જઇ રૂમમાંથી લોકર ખોલવાનો પ્રયત્ન કરી લોકર ન ખુલે તો રૂમમાંથી રીસેપશન કાઉન્ટર પર ફોન કરી લોકરનો પીન નંબર ભુલી ગયો છુ તેમ કહી હોટલ સ્ટાફને બોલાવી લોકર ખોલાવતો અને લોકર ખોલી તેમાંથી જે કઇ મળે તે ચોરી કરવાની ટેવ ધરાવે છે.

આ કામગીરી પીઆઇ લલિત વાગડિયા, પીઆઇ એ.જી. રાઠોડ, પીએસઆઇ ડી.એમ. રાઠોડ, પરેશ ધીરજ, ખુમાનસિંહ અને રાઘવભાઈએ કરી છે.

(9:21 pm IST)