Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

આંગડીયા પેઢીના કર્મચારીને મારમારી લાખોની લુંટ કરવાના ગુનામાં આરોપીની જામીન અરજી રદ

આરોપીને જામીન પર છોડાશે તો નાસી જવાની શકયા છે : અદાલત

રાજકોટ તા. ૩ : આંગડીયા પેઢીના કર્મચારીને મારમારી રૂ. રપ લાખ ૯૪,પ૦૦ ની કિંમતના હિરા તેમજ સોનાના  પાર્સલોની લૂંટ કરવાના ગુનામાં પકડાયેલ આરોપીઓ પૈકીના આરોપી શાહરૂખ ફારૂકભાઇ શાખાણીએ જામીન પર છુટવા કરેલ અરજીને સેસન્સ કોર્ટે રદ કરી હતી.

આ કેસની હકીકત એવી છે કે આ કામના અરજદાર આરોપી શાહરૂખ સાખાણી દ્વારા રાજુલા રહેતા તેના અન્ય સાથી આરોપી ભાવેશ ઉર્ફે ભુરો મુસ્તાક ઉર્ફે ભુરો તથા ઝૂબેર ઉર્ફે હારૂનભાઇને આંગડીયા પેઢીના કર્મચારીને લૂંટવા ઘાડેલ પ્લાન માટે બોલાવેલ જે પ્લાન સબબ ભકિતનગર સર્કલ ઙ્ગરાજકોટ ખાતે આવેલ અક્ષર આંગડીયા પેઢીના કર્મચારી દરરોજ ઓફિસેથી પાર્સલ લઇ લીમડા ચોક સુધી જતા હોય અને તે અંગેની સંપૂર્ણ રેકી અને વોચ કર્યા બાદ લુંટવાનો પ્લાન બનાવેલ. તા. ર૩/૪/૧૮ ના રોજ આંગડીયા પેઢીમાં ફરજ બજાવતા ફરીયાદી બાબુજી ઘેમલજી વાઘેલા તેમજ પેઢીના ફરજ બજાવતા ફરીયાદી બાબુજી ધેમલજી વાઘેલા તા. ર૩-૪-૧૮ ના રોજ આંગડીયા પેઢીમાં ફરજ બજાવતા ફરીયાદી બાબુજી ઘેમલજી વાઘેલા તેમજ પેઢીના અન્ય કર્મચારી હરેશ સાથે લીમડા ચોક ખાતે ટ્રાવેલ્સની ઓફીસે ગયેલ ત્યારે ફરીયાદી શાસ્ત્રી મેદાનની અંદર બસ આવેલ છે કે કેમ તે જોવા ગયેલ ત્યારે અગાઉથી ગ્રાઉન્ડમાં વોચમાં રહેલ અરજદાર આરોપી શાહરૂખ સાખાણીના અન્ય સાથી મુસ્તાક ઉર્ફે મુસો ઝૂબેર ઉર્ફે મહંમદ હારૂન દ્વારા ફરીયાદીને પાછળથી ગરદનના ભાગે લોખંડની ટોમીથી મારામારી નીચે પછાડી દઇ ફરીયાદી પાસે રહેલ પાર્સલ ભરેલો થેલો કે જેમ કુલ રપ,૯૪,પ૦૦ ના હીરા અને સોનાના પાર્સલો લૂંટી અને મોટરસાઇકલ પર નાસી ગયેલ ત્યાર બાદ આ તમામ આરોપીઓની અલગ અલગ સમય અને તારીખે ધરપકડ કરવામાં આવેલ હતી.

બંને પક્ષોની રજુઆતો સાંભળ્યા બાદ ત્રીજા એડીશનલ સેશન્સ જજ રાજકોટ દ્વારા એવા તારણો આપવામાં આવેલ કે, પોલીસ તપાસના કાગળો તેમજ તપાસ કરનાર અમલદારે રજુ કરેલ સોગંદનામુ તથા પેપર્સ વંચાણે લેતા જણાઇ આવે છે  અરજદાર ભાગગી જાય તેવી પુરેપુરી દહેશત છે તેમજ અરજદાર મુખ્ય આરોપી હોય ગુનાની ગંભીરતા, આરોપીના બનાવમાં રોલ આરોપીએ કરેલ માતબર રકમની લૂંટ વગેરે જોતા અરજદારની તરફેણમાં આ સંજોગોમાં અદાલત હાલની જામીન અરજી નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

આ કામે સરકાર પક્ષે સરકારી વકીલ અનિલ એસ.ગોગીયાએ રજુઆત કરેલ.

(3:46 pm IST)