Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

વિદ્યાર્થીઓએ બનાવી વિશાળ રેડ રીબન

 વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી ના ભાગરૂપે યોજાયેલા વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે કે.કે.વી. ચોક ખાતે જૈન એજયુકેશન સોસાયટી મુંબઇ સંચાલિત જી.ટી.શેઠ વિદ્યાલય તથા એઇડસ પ્રિવેન્સન કલબ દ્વારા છાત્ર શકિત જાગે એઇડસભાગેના જનજાગૃતિ અયોજન રૂપે છાત્રો ૮ થી ૧૨ નાઅ ે વિશાળ રેડ રિબન બનાવી ઉપર લાલ રંગના કપડાની મદદથી ભવ્ય રેડ રિબન બનાવી હતી. શાળાના ૭૫ વર્ષની સ્થાપના દિન ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમમાં શાળાના આચાર્ય ભાવેશભાઇ દવે, સતિષભાઇ તેરૈયા, સંસ્થાના ચેરમેન અરૂણ દવે,ે સેક્રેટરી વિશાલકમાણી, ડો. આશિષ બાવીશી સહીતના મહાનુભાવો હાજર રહ્યા હતા. છાત્ર સાંકળ ર઼ચીને, રેલીના સ્વરૂપે પણ શાળા પટાંગણમાં જન જન જાગે એઇડસ ભાગે ના સ્લોગનસાથે જન જાગૃતિ પ્રસરાવી હતી. સોશ્યલ મીડિયાના માધ્યમથી લાઇવ કરીને સમગ્ર વિશ્વમાં પ્રચાર પ્રસાર કર્યો હતો.

(3:43 pm IST)