Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

રાજકોટમાં બનેલ નવા કોર્મશિયલ કોર્ટ બિલ્ડંગ અને મફત કાનુની સેવા માટે હાઇકોર્ટ જજ દ્વારા ફ્રન્ટ ઓફિસનું ઉદઘાટન

રાજકોટ તા.૩: ગુજરાત હાઇકોર્ટના જસ્ટીશ શ્રી એસ.એચ.વોરા દ્વારા રાજકોટની ફાસ્ટ ટ્રેક કોર્ટ બિલ્ડીંગમાં બનેલા નવા કોમર્શિયલ કોર્ટ સંકુલનું ઉદઘાટન કર્યુ હતું.

આ ઉપરાંત મફન કાનુની સહાય મેળવવા માંગતા લોકો માટે ફ્રન્ટ ઓફીસ પણ શ્રી વોરાના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્યસેસન્સ જજ શ્રી ગીતાબેન ગોપી સહિતના જયુડીશ્યલ ઓફિસરો તેમજ બાર.એસો.ના પ્રમુખ અનિલભાઇ દેસાઇ સેક્રેટરી દિલીપભાઇ જોષી, એ.પી.પી. સમીરભાઇ ખીરા, સીનીયર ધારાશાસ્ત્રી એન.એસ.ભટ્ટ, ડી.આર.ચોંધરી, યશવંત જસાણી, રવિભાઇ ગોગીયા, અશ્વિન પોપટ રાજેશ મહેતા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હી તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ, રાજકોટ દ્વારા જીલ્લા ન્યાયલય બીલ્ડીંગમાં, રાજકોટ ખાતે જસ્ટીસ શ્રી એસ.એચ.વોરા, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ (રાજકોટ જીલ્લાના એડીનીસ્ટ્રેટીવ જજ) દ્વારા તા.૧-૧૨-૨૦૧૮ના રોજ દિપ પ્રાગટય કરી ફન્ટ ઓફીસનું ઉદઘાટન કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન તથા મુખ્ય જીલ્લા ન્યાયાધીશ કુ.ગીતાબેન ગોપી તથા જીલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી શ્રી એચ.વી.જોટાણીયા તથા રાજકોટ હેટ કવાર્ટર ખાતે ફરજ બજાવતા તમામ ન્યાયાધીશશ્રીઓ તથા પેરા લીગલ વોલન્ટીયર્સ વિગેરે હાજર રહેલા. સદરહું ફ્રન્ટ ઓફીસનું ઉદઘાટન કરવામાં આવેલ છે.

આ પ્રસંગે જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન તથા મુખ્ય જીલ્લા ન્યાયાધીશ કુ.ગીતા ગોપી તથા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી શ્રી એચ.વી.જોટાણીયા તથા રાજકોટ હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવતા તમામ ન્યાયાધીશશ્રીઓ તથા પેરા લીગલ વોલન્ટીયર્સ વિગેરે હાજર રહેલા. સદરહું ફ્રન્ટ ઓફીસ જીલ્લા ન્યાયાલય બીલ્ડીંગમાં કાર્યરત થવાથી જીલ્લા ન્યાયાલયમાં આવતા પક્ષકારોને મફત કાનૂની સલાહ તથા મફત વકીલ સહાય મળી શકશે. સદરહું ફ્રન્ટ ઓફીસમાં મહીનાના ચાલુ કામકાજના દિવસોમાં ઓફીસ દરમ્યાન બે પેરા લીગલ વોલન્ટીયર તથા એક રીટેઇનર એડવોકેટ સેવા બજાવશે જે કોર્ટમાં આવતા પક્ષકારોને તેમની જરૂરીયાત મુજબ કાનૂની સલાહ તથા સહાય મળવવામાં મદદરૂપ થશે.(૪.૨)

(11:47 am IST)