Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

ભાડેર પ્રકરણના આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર

રાજકોટ તા. ૩ : ભાડેર પ્રકરણના આરોપી અલ્લા રખા ઈસ્માઈલભાઈ પલેજાની આગોતરા જામીન અરજી કોર્ટે રદ્દ કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ રાજયભરમાં ચકચાર પામેલ ભાડેર પ્રકરણના નાસતા ફરતા આરોપી અલ્લારખા ભાઈ ઇસ્માઇલભાઇ પલેજાએ તેમના એડવોકેટ મારફતે આગોતરા જામીન અરજી કરી હતી આગોતરા જામીન અરજીમાં તપાસ કરનાર અધિકારી શ્રી આર.એસ.પટેલ ડીવાયએસપી સીઆઇડી ક્રાઇમ રાજકોટ જાતે હાજર થઈ અને સોગંદનામુ કરેલું હતું તથા લોકલાગણીને માન અને સરકાર તરફથી શ્રી ડી.પી ભટ્ટ ની નિમણૂક કરવામાં આવેલી હતી જે આગોતરા જામીન અરજીમાં ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિકટ જજ શ્રી હેમંત અરવિંદકુમાર દવેએ તપાસ કરનાર અધિકારીઓની તપાસ માં ખૂબ જ ક્ષતિ રહી છે અને આટલા ગંભીર ગુનામાં પણ યોગ્ય દિશામાં તપાસ થઇ રહી નથી તથા તપાસ કરનાર અધિકારી અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિકયુટર ડી.પી ભટ્ટ તરફથી આગોતરા જામીન અરજીનો મુખ્ય મુદ્દો કે આરોપીની કસ્ટોડિયલ ઇન્કવાયરી જરૂરી છે તે અંગે કોઇ ખુલાસો કે માંગણી સુધા કરેલી નથી પરંતુ સમાજને ન્યાય પર વિશ્વાસ છે અને અપેક્ષા છે આથી આ તમામ ભૂલોને નજર અંદાજ કરી અને ન્યાયના વિશાળ હેતુને ધ્યાનમાં રાખી આરોપીના આગોતરા જામીન રદ કરવામાં આવેલા છે.(૨૧.૧૧)

(11:46 am IST)