Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

કુવાડવા રોડ ૫૦ ફુટ રોડ પર ભાનુબેન વાઘેલાના હાથમાંથી પર્સની ચિલઝડપ

રાજકોટઃ કુવાડવા રોડ પર પચાસ ફુટ રોડ પર ચિલઝડપનો બનાવ બન્યો હતો. કુવાડવા રોડ મારૂતિનગર-૧માં રહેતાં ભાનુબેન જગદીશભાઇ વાઘેલા (ઉ.૪૮) લુહાર મહિલા ૧૭મીએ સાંજે સાડા છએક વાગ્યે ચાલીને ઘર નજીક આવેલા વરીયા ટેલસર ખાતે પડોશી રેખાબેન પરમાર તથા તેની દિકરી રિધ્ધી સાથે ચાલીને જતાં હતાં ત્યારે દરજીની દૂકાન પાસે પહોંચતા એક બાઇક સાવર શખ્સ આવ્યો હતો અને ભાનુબનેના હાથમાંથી નાનુ પર્સ લઇ ભાગી ગયો હતો. પર્સમાં રૂા. ૧૫૦૦ રોકડા, એક મોબાઇલ ફોન રૂ. ૮ હજારનો હતો. આ બારામાં જે તે વખતે ફરિયાદ કરી નહોતી. ઘરે જાણ કર્યા બાદ શનિવારે બી-ડિવીઝનમાં જાણ કરતાં એએસઆઇ યુ. બી. પવારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:37 am IST)