Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

કાયદો વ્યવસ્થા માટે કડક બનતી ખાખીના નરમ દિલના દર્શન: રાજકોટ મુંજકા ગામમાં આવેલા બાનું ઘર વૃધ્ધાશ્રમના વડીલો સાથે દિવાળી ઉજવતી યુનિવર્સિટી પોલીસ અને દુર્ગાશક્તિની ટીમ

વૃધ્ધાશ્રમમાં રહેતા વડીલોના ચહેરા પર સ્મીત રેલાઈ ગયું: પોલીસે એક કલાક સાથે સમય ગાળ્યો

રાજકોટ: દિવાળીના તહેવાર અંતર્ગત પોલીસે કાયદો વ્યવસ્થા જાળવવા કડક પણ બનવું પડે છે, તો બીજી તરફ ખાખી અંદર છુપાયેલી માનવતા પણ ઝળહળતી હોય છે. ગાંધીગ્રામ-૨ (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનના અધિકારી તથા કર્મચારીઓ તથા દુર્ગાશકિત ટીમ દ્રારા પોલીસ સ્ટેશનથી નજીક મુંજકા ગામમાં આવેલ બાનું ઘર વૃધ્ધાશ્રમની મુલાકત લઇ આ વૃધ્ધશ્રમમાં આશરે ૨૫ જેટલા વડીલો સાથે એકાદ કલાક જેટલો સમય વિતાવી તેમના હાલચાલ પુછી એક પરીવાર માફક વડીલોને હુંફ પુરી પાડી પોતે ઘરે પરીવાર સાથે દિવાળી ઉજવતા હોય તેવો માહોલ સર્જી ફટાકડા ફોડી તથા ગરમ ધાબળાનું વિતરણ કરી વૃધ્ધાશ્રમના વડીલોના ચહેરા પર ચમક લાવી દિવાળી તહેવારની ઉજવણી કરવામાં આવી છે. આમ પરીવારથી દુર વૃધ્ધાશ્રમમાં જીવન ગુજારી રહેતા વડીલોના ચહેરા પર ખુશી લાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે.

શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર સાહેબ શ્રી મનોહરસિંહ જાડેજા (ઝોન-૨) તથા મદદનીશ પોલીસ કમિશ્નર સાહેબ શ્રી પી.કે.દિયોરા (પશ્ચિમ વિભાગ)એ દિવાળી તહેવાર અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વૃધ્ધાશ્રમો તથા અન્ય સામાજીક સંસ્થાઓની મુલાકાતો લઇ દિવાળી ઉજવણી કરવાની સુચના આપી હતી.

 

(9:47 pm IST)