Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ઓલવેઇઝ ટેકનોકાસ્ટના ડાયરેકટરો વિરૂધ્ધ ધરપકડનું વોરંટ ઇસ્યુ કરની કોર્ટ

રાજકોટ તા.૩: રાજકોટના રહીશ અભય મહેશકુમાર વાછાણી તે સાયલેકસ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.ના ડાયરેકટરએ ઓલવેઇઝ ટેકનોકાસ્ટ પ્રા.લી. તથા તેના ડાયરેકટરો સંજય ભગવાનજીભાઇ સાકરીયા તથા કિરીટ ભગવાનજીભાઇ સાકરીયા, ઠે.ઉષા મલ્ટીપેક પાછળ, એસ.આઇ.ડી.સી.રોડ, વેરાવળ, શાપરના સામે ચેક ડિસઓનર સબબ ફરીયાદ કરેલ. જેમાં કોર્ટે વોરંટ કાઢેલ છે.

ફરીયાદની વિગતો મુજબ ફરીયાદી કોલાઇડર સીલીકા નામના મટીરીયલ્સના ઉત્પાદક છે અને તહોમતદાર ઓલવેઇઝ ટેકનોકાસ્ટ પ્રા.લી.ના નામથી ફેરસ અને નોન ફેરસ પ્રીસીસન ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટીંગનું ઉત્પાદન કરે છે.

તહોમતદાર તથા તેની કંપનીએ તા.૯-૩-૧૩ થી તા.૧૪-૬-૧૬ના સમય દરમ્યાન ઉધાર માલની ખરીદી કરેલ. જેના તહોમતદાર પાસે રૂ.૩,૧૨,૬૩૮ બાકી લેણા નીકળે છે. જે ભરપાઇ કરવા તહોમતદારએ ફરીયાદી જોગ એકસીસ બેન્ક લી.ના કુલ ૬ ચેકસ ઇસ્યુ કરી આપેલ. તે ચેકસ ડિસઓનર થતા રાજકોટ કોર્ટમાં આરોપી ડાયરેકટર્સ તથા તેની કંપની સામે કુલ ૬ ફોજદારી ફરીયાદી દાખલ થયેલ છે.

ઉપરોકત ફરીયાદના કામમાં કોર્ટના સમન્સ મળ્યા બાદ જુલાઇ-૨૦૧૮ થી આરોપી હાજર નહી રહેતા, અને જામીન આપી કેસ ચલાવવાની કાર્યવાહી આગળ નહી વધારતા નામદાર કોર્ટે આરોપીની વર્તણુકની ગંભીર નોંધ લઇ તેની સામે બીનજામીનલાયક પકડ વોરંટ  ઇસ્યુ કરવા આદેશ કરેલ છે. અને જે-તે વોરંટ ઇસ્યુ કરી હકુમત ધરાવતા પોલીસ સ્ટેશનને મોકલી આપેલ છે. આદેશ કરેલ છે.

આ કામમાં ફરીયાદી અભય મહેશકુમાર વાછાણી વતી વિકાસ કે.શેઠ, અલ્પા વિ.શેઠ, વિપુલ આર.સોંદરવા, વિવેક ધનેશા એડવોકેટ દરજજે રોકાયેલા છે.(૧૭.૧૦)

(3:42 pm IST)