Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

વિદેશમાં નોકરી આપવાના બહાને લાખોની ઠગાઇના ગુનામાં આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ૩: વિદેશમાં નોકરી આપવાના બહાને અનેક લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઇ તેમજ છેતરપીંડીના ગુન્હા સબબ પકડાયેલ આરોપીને જામીન ઉપર છોડવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

રાજકોટ શહેરમાં વર્તમાનપત્રમાં જાહેરાત આપી લોકોને કેનેડા તથા અમેરીકાના મોલમાં નોકરી આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત અંગેની ફરીયાદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪ર૦, મુજબની ફરીયાદ નોંધાવેલી હતી. જે કામે આ કામના આરોપી રોહીત ઉર્ફે વિક્રમભાઇ અજીતભાઇ ટેલરની પોલીસ દ્વારા તા. ૧૯/૧૦/ર૦૧૮ના રોજ ધરપકડ કરવામાં આવેલ અને કોર્ટ સમક્ષ રજુ કરતા ત્યારબાદ કોર્ટે જેલ હવાલે કરેલ હતો.

આ કામના આરોપીએ ઉપરોકત કામ સબબ જામીન પર મુકત થવા માટે જામીન અરજી નામ. સેશન્સ કોર્ટમાં પોતાના એડવોકેટ મારફત ગુજારેલ હતી જે અન્વયે સેશન્સ કોર્ટમાં આરોપી વતી રોકાયેલા એડવોકેટ દ્વારા કરવામાં આવેલ દલીલ તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓને ધ્યાનમાં લઇ નામ. સેશન્સ જજ શ્રી ડી. ડી. ઠકકરે આ કામના આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, જાહીદ એન. હિંગોરા, રણજીત બી. મકવાણા રોકાયેલા હતા. (૭.ર૯)

(3:42 pm IST)