Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

અર્જુનલાલ હીરાણી BJMC કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા 'એક શામ શહીદો કે નામ' કાર્યક્રમ યોજાયો

રાજકોટ : અત્રેની અર્જુનલાલ હીરાણી જર્નાલીઝમ કોલેજમા ૨૦૧૮-૧૯મા અભ્યાસ કરતા BJMCના વિદ્યાથીઓ દ્વારા પરીક્ષાનુઙ્ગ પ્રથમ સેમેસ્ટર ની પરીક્ષા પૂર્ણ થતાઙ્ગ 'એક શામ શહીદો કે નામ 'નો ભવ્ય કાર્યકમનુ આયોજન સૌરાષ્ટ્ર કચ્છના બ્રીગેડીયર કમાન્ડર અજીતસિંહ શેખાવતના અધ્યક્ષ સ્થાને રાખવામા આવેલ.ઙ્ગ આજની યુવા પેઢી પાર્ટીઓ, ડાન્સ, કે પીકનીક કરીને સામાન્ય રીતે પરીક્ષા પૂર્ણ થતા ઉજવણી કરતા જોવા મળે છે પરંતુ હીરાણી જર્નાલીઝમ કોલેજ ના મેનેજીંગઙ્ગ ટ્રસ્ટીગણ વિવેકભાઇ હીરાણી, પ્રોફેસરો ડો. કાંતીભાઈ ઠેશીયા, પ્રીન્સીપાલ ડો.ભારતીબેન હીરાણી, ડો.ઘોડાસરા તથાઙ્ગ ગૌતમભાઇ દવે સહીતના ના સંસ્કારોનું સિંચન થતા  BJMC કોલેજના વિધાર્થીઓ દ્વારાઙ્ગ 'એક શામ શહીદો કે નામ'નો ભવ્ય કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ. જેમા ભારતીય સેના સાથે જોડાયેલા અને દેશ અને રાષ્ટ્રની ભાવના સાથે જોડાયેલા સૌરાષ્ટ્ર કચ્છના બ્રીગેડીયર કમાન્ડર અજીતસિંહ શેખાવત દ્વારા તેમના જીવનની એક ઝાંખી કરાવવામાં આવી હતી અને કઇ રીતે આપણા દેશના જવાનો આપણી અને આપણા દેશની રક્ષા કરે છે. રાત અને દિવસ ઘર પરિવારની ચીંતા કર્યા વગર સમગ્ર દેશવાસીઓને જ પોતાના પરીવાર માનતા આપણા દેશના આ સૌનીકો, જવાનોએ આપણા દેશ માટે શહીદી વહોરી છે તે કેમ એળે જાય તેવી લાગણી સાથે આજના યુગમાં પાર્ટીઓ અને મોજ મસ્તીથી પર રહીને એક શામ શહીદો કે નામનો કાર્યક્રમનુ આયોજન કરી અને BJMC જર્નાલીઝમ કોલેજના વિદ્યાથીઓ એ એક ઉમદા ઉદાહરણ પુરુ પાડયુ છે. આ કોલેજમાં સૌરાષ્ટ્રભરના રાજકોટ, જામનગર, ધ્રાંગધ્રા, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ સહીતના વિદ્યાર્થી ભાઇઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા. રાજકોટના સુપ્રીડેન્ડ ઓફઙ્ગ પોલીસ મનોજ અગ્રવાલ દ્રારા પણ એક શુભેચ્છા આપવામા આવી હતી. સૌરાષ્ટ્ર કચ્છના બ્રીગેડીયર કમાન્ડર અજીતસિંહ શેખાવત દ્રારા તેમના જીવનના અનુભવો વિદ્યાર્થીઓ સમક્ષ મૂકતા વિદ્યાર્થીઓમા પણ ભીની આંખોએ દેશના આપણા સપૂતોને તાળીઓથી વધાવી લીધા હતા. અને દેશ માટે શહીદ થનાર શહીદોને બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી અપાઇ હતી.(૨૧.૧૩)

 

(3:29 pm IST)