Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

વોર્ડ નં.૪ના વિવિધ વિસ્તાર ડામર કામનો પ્રારંભઃ

ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ડે.મેયર અશ્વિનભાઇ મોલીયાની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત

રાજકોટઃ વોર્ડ નં.૦૪ના વિસ્તારો અભિરામ પાર્ક અને રાજલક્ષ્મી સોસાયટીમાં ડામર કામનો પ્રારંભ થયેલ છે. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી તેમજ ડે.મેયર અશ્વિનભાઇ મોલીયાની ખાસ ઉપસ્થિતિમાં ખાતમુર્હૂત કરાયું. સાથે કોર્પોરેટર પરેશભાઇ પીપળીયા, વોર્ડ પ્રમુખ સંજયભાઇ ગૌસ્વામી, મહામંત્રી કાનાભાઇ ડંડયા, સી.ટી.પટેલ, રામભાઇ બિહારી, વિજયભાઇ બોરીયા, સુરેશભાઇ સંકેતા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ. સમગ્ર અગ્રણીઓની ઉપસ્થિતિમાં લત્તાવાસીઓની ઉત્સાહની લાગણી જોવા મળેલ.(૨૩.૧૪)

(3:27 pm IST)