Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ભાવાંતર મુદ્દે ચાલતી હડતાલ પ્રશ્ને વેપારી એસોસીએશન સાથે સરકાર મીટીંગ ન કરે ત્યાં સુધી સૌરાષ્ટ્રના યાર્ડો બંધ રહેશે

રાજકોટમાં સૌરાષ્ટ્રના વેપારી એસોસીએશનની મળેલ મીટીંગમાં લડત ચાલુ રાખવાનો નિર્ણય લેવાયોઃ ત્રીજા દિવસે પણ તમામ યાર્ડો બંધ રહ્યા: લાભ પાંચમથી યાર્ડો ચાલુ કરવા યાર્ડોના હોદેદારો અને વેપારી એસોસીએશનના હોદેદારો પર રાજકીય દબાણ થતા સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસીએશનની તાકીદની મીટીંગ મળી

રાજકોટ, તા., ૨: ભાવાંતર મુદ્દે  ૧ લી નવેમ્બરથી સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસીએશન દ્વારા અપાયેલ યાર્ડ બંધના એલાન અંતર્ગત આજે ત્રીજા દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૨૭ યાર્ડો સજ્જડ બંધ રહયા હતા. બીજી બાજુ લાભ પાંચમથી યાર્ડો ચાલુ કરવા યાર્ડના હોદેદારો અને વેપારી એસોસીએશનના હોદેદારો પર રાજકીય દબાણ આવતા હડતાલ અંગે રાજકોટમાં સૌરાષ્ટ્રના તમામ  યાર્ડોના વેપારી એસોસીએશનના હોદેદારોની મળેલ મીટીંગમાં સરકાર વેપારી એસોસીએશન સાથે મીટીંગ ન કરે ત્યાં સુધી યાર્ડમાં હડતાલ ચાલુ રાખી લડત આપવાનો ર્નિધાર કરાયો હતો. 

સૌરાષ્ટ્ર એપીએમસી એસોસીએશન દ્વારા ખેડુતોના હિતમાં ભાવાંતર યોજના લાગુ કરવાની માંગણી સાથે ૧ લી નવેમ્બરથી  સૌરાષ્ટ્રના યાર્ડો અનિશ્ચિત મુદત સુધી બંધનું એલાન અપાયું હતું.  જે અંતર્ગત આજે ત્રીજા દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૨૭ માર્કેટ યાર્ડો બંધ રહેતા કરોડોનું ટર્નઓવર ઠપ્પ થઇ ગયું હતું.

રાજકોટ યાર્ડમાં આજે  ત્રીજા દિવસે તમામ વેપારીઓએ બંધ રાખી સરકારની નીતીનો વિરોધ કર્યો હતો.  તેવી જ રીતે સૌરાષ્ટ્રના અન્ય યાર્ડના વેપારીઓએ પણ સ્વયંભુ બંધ પાડી હડતાલમાં જોડાતા સૌરાષ્ટ્રના યાર્ડોમાં  કરોડોનું ટર્નઓવર ઠપ્પ થઇ ગયું છે.

આ હડતાલમાં સૌરાષ્ટ્રના ર૮ પૈકી   જસદણ યાર્ડ આજે પણ  ચાલુ હોવાના અહેવાલો મળી રહયા છે.

સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડના વેપારીઓના સંગઠને ભાવાંતર યોજના (યાર્ડમાં ટેકાના ભાવથી જેટલા ઓછા ભાવે સોદા થાય તેટલી રકમ ખેડુતોના બેંક ખાતામાં ચુકવવી) લાગુ કરવાની સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસીએશનની માંગણી છે.

દરમિયાન છેલ્લા ત્રણ દિ'થી સૌરાષ્ટ્રના યાર્ડોમાં ચાલતી આ હડતાલ સમેટવા યાર્ડના હોદેદારો  અને વેપારી એસોસીએશનના હોદેદારો પર રાજકીય દબાણ આવતા આજે સૌરાષ્ટ્રના તમામ યાર્ડોના  વેપારી એસોસીએશનના હોદેદારોની રાજકોટ યાર્ડમાં મીટીંગ  મળી હતી. આ મીટીંગમાં સરકાર વેપારી એસોસીએશન સાથે મીટીંગ ન કરે ત્યાં સુધી સૌરાષ્ટ્રના તમામ યાર્ડોમાં હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હોવાનું સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસીએશનના પ્રમુખ અતુલ કામાણીએ

દરમિયાન દિપાવલીના પર્વ પહેલા જ સૌરાષ્ટ્રના યાર્ડોમાં હડતાલ પડતા ખેડુતોની સ્થિતિ કફોડી બની છે. સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી ૧પ નવેમ્બરથી કરનાર છે અને હાલમાં યાર્ડો બંધ છે. ખેડુતોને  દિપાવલી પર્વ પુર્વે મગફળી સહિતની જણસીઓનું વેચાણ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

હળવદ

હળવદ : સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી કરે તે પૂર્વે જ હાલમાં ખેડૂતો નીચા ભાવે પોતાની મગફળી વેચી નુકસાન વેઠી રહ્યા હોય ત્યારે રાજય ભરના માર્કેટીંગ યાર્ડ દ્વારા ૧ નવેમ્બરથી અચોક્કસ મુદ્તની હડતાલનું એલાન કર્યું હતું. જેને આજે ટેકો આપી ગઈ કાલ થી હળવદ યાર્ડ પણ હડતાલમાં જાડાતા ખેડૂતો તેમજ યાર્ડમાં મજુરી કરતા મજુરોની દિવાળી બગડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.ઙ્ગ

સરકારની ભાવાંતર યોજના (આશાઅંબ્રેલા) અમલી છે પરંતુ ગુજરાતના ખેડૂતોને આ યોજનાનો લાભ મળતા હાલમાં ખેડૂતો ખોટ ખાઈને નીચા ભાવે મગફળી વેચી રહ્યા છે. બીજી તરફ રાજય ભરના માર્કેટ યાર્ડના વેપારીઓ દ્વારા ટેકાના ભાવની સમાંતર ખેડૂતોને અન્ય રાજયોની જેમ ભાવફેરના નાણા ચુકવે તેવી માંગ કરી અચોક્કસ મુદત માટે રાજય વ્યાપી હડતાલની જાહેરાત કરાતા આ હડતાલમાં હળવદ માર્કેટ યાર્ડના વેપારીઓ પણ જાડાયા છે. સાથે જ આશા અંબ્રેલા યોજના લાગુ કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે. જયારે બીજી તરફ હળવદ યાર્ડ બંધ રહેતા હાલ દિવાળીના તહેવારોમાં ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, તલ જેવા પાકો માર્કેટ યાર્ડમાં વેચાણ અર્થે આવતા હોય પરંતુ હડતાલના પગલે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું ખેડૂતો દ્વારા જણાવાઈ રહ્યું છે. તો સાથો સાથ માર્કેટ યાર્ડમાં અનેક મજુરો મજુરી કરી પોતાનું પેટીયું રળે છે ત્યારે તહેવારોના સમયમાં યાર્ડ બંધ રહેતા મજુરવર્ગના લોકોની દિવાળી બગડી હોવાનું મજુર વર્ગ દ્વારા જાણવા મળ્યું હતું.(૪.૧૧)

(3:26 pm IST)