Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

રાજકોટ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિમાં

જિલ્લામાં માર્ગ મકાનને લગતા ૯૭૯ લાખના વિકાસ કામો મંજુર

ઝડપી કામ અને ગુણવતા પર ભાર મુકતા ચેરમેન મગનભાઇ

રાજકોટ તા ૨ : જિલ્લા પંચાયતની ગઇકાલે મળેલ બાંધકામ સમિતિની બેઠકમાં અધ્યક્ષ મગનભાઇ એસ. મેટાળિયાની અધ્યક્ષતામાં જિલ્લાના માર્ગ મકાનને લગતા ૯૭૯.૪૫ લાખના વિકાસ કામોને મંજુરી આપવામાં આવી હતી.

અમરનગર, વાડાસરા રોડ, રાજકોટ તાલુકાના સી.સી. રોડ કોટડા, વીછીયા, જસદણ વગેરે તાલુકામાં ગ્રામ પંચાયતની ઇમારત વગેરે કામોની મંજુરીનો સમાવેશ થાય છે.

અધ્યક્ષ સ્થાનેથી સ્મશાન ના ખાટલા દરેક સભ્ય દીઠ ર આપવા જે બજેટની જોગવાઇ મુજબ તાત્કાલીક ટેન્ડર કરી ગામોમાં પહોંચાડવા તેમજ જુદા જુદા તાલુકાના જંગલ કટીંગ ગાંડા બાવળ દુર કરવા અને સાઇડોમાં માટી મોરમ ભરવાના કામોના અંદાજો બનાવી ચોમાસા બાદ હવે કામો પૂર્ણ કરવા  તથા ગોંડલ-શિવરાજગઢ રોડના  દબાણો દુર કરવા સુચના આપેલ છે.

મીટીંગમાં અધ્યક્ષ મગનભાઇ એસ. મેટાળીયા તથા સદ્સ્યો (૧) ધ્રુપદબા કુલદિપસિંહ જાડેના (ર) સોનલબેન એસ. પરમાર, (૩) સોનલબેન ભરતભાઇ શિંગાળા, તથા (૪) વિપુલભાઇ ધડુક આમ બધાજ સદ્સ્યો હાજર રહેલ. અધ્યક્ષે ગુણવતાવાળા  પાકા કરવા અને સતત જાગૃત રહી રોડ રસ્તા તથા પુલોના કામો કરવા સુચના આપી હતી (૩.૬)

(11:37 am IST)