Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

સ્વચ્છ રાજકોટની પોલ ખુલી

માત્ર બે મહીનામાં ગંદકી સહીતની ૪૫ હજાર ફરિયાદો : ભૂગર્ભ ગટરોની નદી વહે છેઃ ૧૬ હજાર ફરિયાદોઃ ગંદકીથી અનેક સ્થળો બદબદે છેઃ ૧૪ હજાર ફરિયાદો : પાણીને લગતી-૪ હજાર ફરિયાદોઃ ૧૮ હજાર લાઇટો બંધ

રાજકોટ તા.૩ : રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતીની દેશભરમાં ઉજવણી થઇ રહી છે. અને સ્વચ્છતા માટે તંત્ર દ્વારા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં સ્વચ્છતા અંગેની પોલ ખુદ કોર્પોરેશનના કોલ સેન્ટરમાં નોંધાયેલી ફરીયાદોના આંકડાઓ ખોલી નાંખે છે કેમ કે કોર્પોરેશનના ચોપડે છેલ્લા બે મહીનામાં ગંદકી સહીતની કુલ ૪પ હજાર જેટલી ફરિયાદો નોંધાઇ છે. આ અંગે કોર્પોરેશનના કોલસેન્ટરમાં નોંધાયેલ ફરીયાદની આંકડાકિય માહીતી મુજબ ૧ ઓગસ્ટથી ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ૪ હજાર જેટલી સફાઇને લગતી ફરિયાદ નોંધાઇ છે.જયારે સૌથી વધુ ભૂગર્ભ ગટર જામ થઇ જતા ફેલાઇ રહેલી ગંદકી અંગેની નોંધાઇ છે ભૂગર્ભ ગટરની ગંદકી અંગે ૧૪ હજાર જેટલી ફરિયાદો નોંધાઇ છે.

સાથો સાથ પાણીને લગતી ફરીયાદો જેવી કે પાણી નહી મળવુ ઓછુ મળવુ઼ગંદુ પાણી મળવુ પાઇપ લાઇન લીકેજ વગેરેની ૪ હજાર જેટલી ફરીયાદ નોંધાઇ છે.

એટલું જ નહી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાની ૧૩ હજાર જેટલી ફરિયાદ નોંધાઇ છ.ે આમ તંત્ર વાહકો લાઇટ, સફાઇ, પાણી જેવી પ્રાથમીક સુવિધા આપવામાંં પણ તંત્ર બેદરકાર રહ્યું હોવાનું લોકોમાં ચર્ચાય છે.

(4:00 pm IST)