Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

મન મોર બની થનગાટ કરેઃ ગીત- સંગીતના તાલે ઝૂમતી ગોપીઓ

રાજકોટઃ સરગમ કલબ અને સરગમ લેડીઝ કલબ દ્વારા ડી એચ કોલેજના ગ્રાઉન્ડમાં આયોજીત ગોપી રાસોત્સવ માં નવરાત્રીનો રંગ બરાબર ગોઠવાયો છે તને રમતી ગોપીઓને નિહાળવા માટે લોકો ઉમટી રહ્યા છે. ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે ડો. રવિ સૈની. (ડી.સી.પી), જયોતીન્દ્રભાઈ મહેતા(સહકારીઆગેવાન), નલીનભાઈ વસા(ચેરમેન રા.ના.સ.બેંક),જેરામભાઈ વાસજાળીયા(સીદસર પ્રમુખ), મુળજીભાઈ ભીમાણી, પી.બી.પંડ્યા,(એડીશનલ કલેકટર), અશોકભાઈ ડાંગર(પ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ ), નાથાભાઈ કાલરીયા, પરસોતમભાઈ કમાણી, નરેશભાઈ લોટીયા, પ્રતાપભાઈ પટેલ,  ટંડેલ એ.સી.પી.,  રમેશભાઈ જીવાણી, જયસુખભાઈ મકવાણા(દુબઈ),  કિરીટભાઈ જીવાણી, રમેશભાઈ ઠક્કર, કિશોરભાઈ જીવાણી,અપૂર્વભાઈ મનીયાર,રાજેન્દ્રભાઈ મહેતા,અશ્વીનભાઈ આદ્રોજા,અરવિંદભાઈ શાહ, પ્રીતભાઈ પટેલ(ટર્બો બેરીંગ) વગેરે મહેમાનો અને સરગમના ઉપસ્થિત રહ્યા હતા.

આજે ગુરૂવારે આ રાસોત્સવને માણવા માટે ગુજરાત રાજયના મંત્રી જયેશભાઇ રાદડીયા, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ અને ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, સંસદ સભ્ય રમેશભાઈ ધડુક, ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ, ઉદ્યોગપતિ પરાક્રમસિંહ જાડેજા, શૈલેષભાઈ માકડીયા ક્રિકેટ એસોસિયેશનના, નિરંજનભાઈ શાહ, નીરજભાઈ આર્ય, વજુભાઈ જોશી, ચંદ્રકાંતભાઇ શેઠ, અનંતભાઈ ઉનડકટ, કેતનભાઈ પટેલ, પ્રફુલભાઈ ધામી, અરવિંદભાઈ મહેતા, પરેશભાઈ ગજેરા, મહેન્દ્ર ભાઈ મહેતા, જયંતીભાઈ ચોટાઈ, હરેશભાઈ પરસાણા, કેતનભાઇ મારૂ, દિનેશભાઈ પારેખ, યુસુફભાઈ માકડા, ગૌતમભાઈ મહેતા, મુકેશભાઈ ગાજીપરા, છબીલભાઈ પોબારૂ, નીતિનભાઈ ચોટાઈ, શૈલેષભાઈ પટેલ, રાજુભાઈ રાયઠઠા, પ્રવીણભાઈ જસાણી અને કિરીટભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, ડો.ચંદાબેન શાહ,નીલુબેન મહેતા, ભાવનાબેન માવાણી, જયસુખભાઈ ડાભી, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, કૌશિકભાઈ વ્યાસ, તેમજ બન્ને કલબના કમિટી મેમ્બરો જહેમત ઉઠાવી રહેલ છે.

(3:39 pm IST)