Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

જૈનમ રાસોત્સવ : સોની સમાજના આગેવાનોના હસ્તે મહાઆરતી

આજે કડવા પટેલ સમાજ આરતીનો લાભ લેશે : ખેલૈયાઓને ઝુમાવતા પંકજ ભટ્ટ અને તેની ટીમ

રાજકોટ : જૈનમ નવરાત્રી (પારીજાત પાર્ટી પ્લોટ) ખાતે ગઈકાલે જગદંબાની આરતી શ્રી સોની સમાજનાં આગેવાનો સર્વેશ્રી મુકેશભાઈ રાણપરા, વર્ષાબેન રાણપરા,કીશોરભાઈ રાણપરા, રાજુભાઈ ફીચડીયા, અશ્રીનભાઈ રાણપરા, ગુણવંતભાઈ રાણપરા, વસંતભાઇ રાણપરા, અશોકભાઈ રાણપરા, કમલેશભાઈ પારેખ, નયનભાઈ રાણપરા, પીન્ટુભાઈ રાણપરા, બીપીનભાઈ ધોળકીયા, દીલીપભાઈ આડેસરા, વીનુભાઈ વઢવાણા, રાજુભાઈ આડેસરા, દિનુમામા, મનુભાઈ, દેવેન્દ્રાબેન પારેખ, પ્રિયંકાબેન પારેખ, વંદનાબેન સોની, રંજનબેન પારેખ, ડેનીસાબેન સોનીનાં વરદ હસ્તે ઉતારી ધન્યતાની લાગણી અનુભવી હતી.

જૈનમ્ નવરાત્રી મહોત્સવનાં ચોથા નોરતે મુખ્ય મહેમાનમાં મુકેશભાઈ શેઠ, જયોત્ન્દ્રિભાઈ મહેતા, પરેશભાઈ ગજેરા, નલીનભાઈ વસા,  સુનીલભાઈ શાહ, મુકેશભાઈ દોશી(મોર્ડન), સમીરભાઈ કાલરીયા, ગીરીશભાઈ દેવળીયા, દીલીપભાઈ લાડાણી, રાજનભાઈ વડાલીયા, જયસુખભાઈ ધોડાસરા, વિજયભાઈ ડઢાણીયા, રાજુભાઈ વિભાકર, જતીનભાઈ દ્યોળકીયા, મનીષભાઈ દોશી, હરીશભાઈ લાખાણી, મીનાબેન લાખાણી, અમીતભાઈ ત્રાંબડીયા, રણધિરસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, રૂષીતભાઈ ગોવાણી, નીખીલભાઈ પટેલ, ચેતનભાઈ રોકડ, આદીત્યભાઈ લાખાણી,  અમીનેશભાઈ રૂપાણી,  ભુપતભાઈ બોદર, ધર્મેન્દ્રભાઈ મીરાણી, સાગરભાઈ શેઠ, આશીષભાઈ શાહ, બકુલભાઈ દોશી, ગીરીશભાઈ રૂપારેલીયા, શીલ્પાબેન મહેતા, અનીલભાઈ દેસાઈ, કમલેશભાઈ શાહ, ડો.તુષારભાઈ શાહ,ડો.અશોક મહેતા, ડો.શીલ્પાબેન મહેતા , પાલીતાણા કાલભૈરવ શકિતપીઠનાં શ્રી રમેશભાઈ શુકલ ખાસ ઉપસ્થિત રહયા હતા.

ચોથા નોરતે આયોજીત બેસ્ટ ગ્રુપ સ્ટેપ અને બેસ્ટ ડ્રેસીંગની સ્પર્ધામાં જયશ્રીબેન લખાણી (ભારતમાતા ડ્રેસ) અને દોશી હેત્વી ને વિજેતા જાહેર કરેલ. ઉ૫રાંત ગ્રુપ પ્રાઈઝમાં  શાહ ગ્રુપ, સ્કવોડ ગ્રુપ અને શાહ બ્રધર્સને ઈનામો આપી સન્માનીત કરવામાં આવેલ હતા.

પ્રીન્સ તરીકે ભાવશાર દર્શન, શાહ કુશલ, ઉદાણી રાજ અને  પ્રિન્સેસ તરીકે શેઠ આયુષી, વોરા અંકીતા, મહેતા હીલોની, કીડ્સ પ્રીન્સમાં શેઠ તીર્થ, બાવીશી આગમન, જાટકીયા દર્શન કિડ્સ પ્રિન્સેસમાં શાહ જીલ, કોઠારી ખુરી, વાધર દીવા, કીડ્સ વેલડ્રેસ પ્રીન્સમાં પારેખ અભીશેક, વારીયા હેમેન, દોશી જય અને કીડ્સ વેલડ્રેસ પ્રિન્સેસમાં શાહ ખુશાલી, મહેતા જલ્પા, શાહ હેતવી, જયારે  ૪૦+માં મેલ ઉચાટ નિખીલ, પાટોડીયા સિદ્ધાર્થ અને ૪૦+ફીમેલ બેસ્ટ પર્ફોમન્સમાં દોશી મમતા, શાહ પ્રતિક્ષા ને ઈનામો અપાયા હતા. ચોથા નોરતે સ્પોન્સર તરીકે આઈ કેર તરફથી ગીફ્ટ વાઉચર તેમજ લેપટોપ બેગ,  આઉટ ઓફ બોકસ, વડાલીયા ફુડ્સ, જીતુભાઈ મારવાડી તેમજ અજીતભાઈ મારવાડી,શ્રી ઈમ્પેક્ષ ઈમીટેશન જવેલરી તેમજ જેકે મોલ તરફથી ઈનામો આપી વિજેતાઓને નવાજવામાં આવેલ હતા.

જજ તરીકે જીગ્નેશ પાઠક, અમીત રાણપરા, ઉષ્માબેન વાણી, ભાવનાબેન બગડાઈ, રૂપલબેન કોટક, સગુન વણજારા, ચારુબેન મીરાણી, અંજલીબેન મતવાણી, નીશાબેન પાંઉ એ જજ સેવા આપેલ હતી.

(3:35 pm IST)