Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

દશેરાએ પ્રશાંત એકયુપ્રેસર સેન્ટરનો પ્રારંભઃ ભાઈલાલભાઈ ધીનોજા સેવા આપશે

દર શનિવારે સોની સમાજના દર્દીઓને વિનામૂલ્યે તથા સોમ થી શુક્ર સર્વજ્ઞાતિજનો રાહતદરે લાભ લઈ શકશે

ઙ્ગરાજકોટ,તા.૩: શ્રીમાળી સોની સમાજની સેવાર્થે કાર્યરત પ્રશાંત ચોકસી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા આગામી તા.૮ને મંગળવાર (દશેરા) સવારે ૧૦ કલાકે મેડીકલ ક્ષેત્રે સેવાના ભાગરૂપે પ્રશાંત એકયુપ્રેસર સેન્ટરનો મંગલ થઈ રહ્યો છે. ૩૫ વર્ષના અનુભવી સોની ભાઈલાલભાઈ ધીનોજા (એકયુપ્રેસરીસ્ટ) દ્વારા તેનું સંચાલન કરવામાં આવશે.

દશેરાનાં દિવસે આખો દિવસ શ્રીમાળી સોની સમાજના દર્દીઓને વિનામૂલ્યે તપાસવામાં આવશે તથા દર શનિવાર (બપોરે ૩ થી ૮) શ્રીમાળી સોની સમાજના કોઈપણ દર્દીઓને વિનામૂલ્યે નિદાન તથા સારવાર આપવામાં આવશે તથા સોમ થી શુક્ર રોજ સાંજે ૪ થી ૮ કલાકે રાહતદરે સર્વે સમાજ માટે ઉપરોકત લાભ મળી શકશે.

સ્થળઃ પ્રશાંત એકયુપ્રેસર સેન્ટર, કેવડાવાડી મેઈન રોડ, ગરબી ચોક, સપના સોડા પાસે રાજકોટ.

તસ્વીરમાં સર્વશ્રી હિતેષભાઈ બી.ચોકસી, ભાઈલાલભાઈ સોની, ભાવેશભાઈ પારેખ, કલ્પેશભાઈ રાણપરા, વિનુભાઈ વઢવાણા, મનોજભાઈ સોની અને રાજેશભાઈ પાટડીયા નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:15 pm IST)