Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

બેટી બચાવો... બેટી પઢાવો... વૃક્ષો વાવો... પર્યાવરણ બચાવો...

રાજકોટના ખુશ્બુબેન આકાશભાઈ દાવડાએ રાજયપાલશ્રીને સોપારી અને મોતીથી બનાવેલ ગણપતિજીની મૂર્તિ અર્પણ કરી

રાજકોટઃ શ્રીમતિ ખૂશ્બુબેન આકાશભાઈ દાવડા તેમજ હિતેષભાઈ ડાંગર તથા પરિવારના સહકારથી ગુજરાતના મહામહિમ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગાંધીનગર રાજયભવનમાં મુલાકાત લઈ તેઓને સોપારી અને મોતી વડે એક અદ્દભુત ગણેશ ભગવાનજીની મુર્તિ અર્પણ કરેલ હતી. જેમાં શંકર- પાર્વતી અને ૧૨ જયોતિર્લીંગનો પણ સમાવેશ કરેલ છે. સાથો સાથ પર્યાવરણને ધ્યાનમાં રાખીને રાજયપાલશ્રીને તુલસીના રોપો પણ અર્પણ કરેલ છે. આવી જ એક શાનદાર કલાકૃતિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ અર્પણ કરેલ. જે હાલમાં પી.એમ.હાઉસમાં રાખેલ છે. જે વિશ્વની મોટામાં મોટી મોતીની કલાકૃતિ છે. તસ્વીરમાં રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને કલાકૃતિ અર્પણ કરતાં ખુશ્બુબેન તથા તેમના પતિ આકાશભાઈ નજરે પડે છે.(મો.૯૬૨૪૫ ૫૫૫૫૪)

(12:02 pm IST)