Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

શિવરાજપુરના સાપરાધ મનુષ્ય વધના ગુનામાં આરોપીની જામીન અરજી મજુર

રાજકોટ તા. ૩ : ગોંડલના શિવરાજપુર ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરે આસોદરીયા પરીવારના પ્રસંગે પી.જી. વી. સી. એલ.ના એક મજુરનું મૃત્યુ થયેલ અને એકને ગંભીર ઇજા થયેલ હતી.

જે અંગેના સાપરાધ મનુષ્ય વધના ગુનામાં કોર્ટે આરોપીના જામીન મંજુર કરેલ છે.

બનાવની ટુંક વીગત એવી છે કે, આ કામના ફરીયાદી પ્રફુલકુમાર ગોપાલભાઇ લાઠીયા, ઠે. નાયબ ઇજનેર, પી.જી.વી. સી. એલ.કચેરી, જસદણવાળાએ આ કામના આરોપી નં.૧ રમેશભાઇ ગોવિંદભાઇ અસોદરીયા તેમજ આરોપી નં.ર કમલેશભાઇ રમણભાઇ આસોદરીયા બંને રહે. જસદણ વાળા વીરૂદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો.કલમ ૩૦૪, ૩૩૮, ૧૧૪ જેવી ગંભીર કલમો અન્વયે ફરીયાદ નોંધાવેલ હતી.

 ત્યાર  બાદ  સદર જામીન અરજીમાં આરોપીના એડવોકેટ અલ્પેશ પોકીયા દ્વારા દલીલો કરવામાં આવેલ હતી તેમજ વીવીધ વડી અદાલતોના ચુકાદાઓ ટાંકેલ હતા. તેમજ સરકાર પક્ષે હાલની જામીન અરજી નામંજુર કરવા સંબંધે દલીલો કરેલ હતી. આમ આરોપી પક્ષના એડવોકેટની દલીલો ધ્યાને લઇ આરોપીને સદર ગુન્હાના કામે રૂ.૧પ હજારના જાત જામીન આપવાની શરતે રેગ્યુલર જામીન મુકત કરવાનો હુકમ સેસન્સ કોર્ટએ ફરમાવેલ હતો.

આ કેસમાં આરોપી કમલેશભાઇ આસોદરીયા વતી પી એન્ડ આર લો ચેમ્બરના ધારાશાસ્ત્રી અલ્પેશ વી.પોકીયા, ભાર્ગવ જે.પંડયા, કેતન જે. સાવલીયા, અમીત વી.ગડારા, પરેશ મૃગ, રીતેશ ટોપીયા, મોહીત રવીયા વીગેરે રોકાયા હતા.

(4:20 pm IST)