Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

પીપળીયા હોલ પાસે રામેશ્વર ચોકમાં ચિંતન પટેલને ધોકાથી ધોકાવાયો

જુના મનદુઃખને લીધે અંકિત કાળીયો, ધમો, ગજુ રજપૂત સહિતના તૂટી પડ્યા

રાજકોટ તા. ૩: પીપળીયા હોલ પાસે રામેશ્વર ચોકમાં રહેતાં ચિંતન પોપટભાઇ પટેલ (ઉ.૨૫) નામના યુવાનને રાત્રે અગિયારેક વાગ્યે ઘર નજીક રામેશ્વર ચોકમાં હતો ત્યારે અંકિત ઉર્ફ કાળીયો રજપૂત, ધર્મેશ ઉર્ફ ધમો, ગજુ રજપૂત અને બીજા અજાણ્યા શખ્સોએ ધોકાથી બેફામ માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇએ આ અંગે ભકિતનગર પોલીસને જાણ કરી હતી. ચિંતન કારખાનામાં નોકરી કરે છે. તેના કહેવા મુજબ અગાઉ અંકિત તેનો મિત્ર હતો. પણ બાદમાં બંને વચ્ચે ઝઘડો થતાં મિત્રતા ભાંગી પડી હતી. જુનુ મનદુઃખ ચાલતું હોઇ તેનો ખાર રાખી રાત્રે અંકિત બીજા શખ્સોને લઇને અચાનક ધસી આવ્યો હતો અને ધોકાવાળી કરી ભાગી ગયો હતો. પોલીસે ચિંતનની ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

(3:58 pm IST)