Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

મયુર પટેલે કારખાનામાં દારૂ ઉતાર્યોઃ ૧૨૦ બોટલ સાથે ક્રાઇમ બ્રાંચે પકડ્યો

ગોંડલ ચોકડી સોમનાથ ઇન્ડસ્ટ્રીમાં પાટીદાર પાન ઉપરના ભાગે દરોડો :હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, હરદેવસિંહ રાણાની ચોક્કસ બાતમી

રાજકોટઃ ક્રાઇમ બ્રાંચે ગઇકાલે ચોક્કસ બાતમી પરથી ગોંડલ રોડ સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં મેઇન રોડ પર પાટીદાર પાન નામની દૂકાનની ઉપરના ભાગે આવેલા મયર દિનેશભાઇ ગોપાણી (ઉ.૩૨-રહે. બેકબોન સોસાયટી-૯, શ્યામ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૪) હસ્તકના ભાડાના કારખાનામાં દરોડો પાડી તેને રૂ. ૪૮ હજારના ૧૨૦ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો. મયુરે આ કારખાનુ ડિસ્પોઝેબલ ડીશ, ગ્લાસ બનાવવા માટે શરૂ કર્યુ હતું. પણ હજુ આ માલ તૈયાર કરવાનું કામ ચાલુ થાય એ પહેલા ટૂંકા રસ્તે માલદાર થવા માટે દારૂનો જથ્થો ઉતારી લીધો હતો.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની સુચના અને પી.આઇ. એચ.એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ એ. એસ. સોનારા, એમ. એસ. મહેશ્વરી, હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, હરદેવસિંહ રાણા, નિલેષભાઇ ડામોર , અજીતસિંહ પરમાર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સમીરભાઇ, અનિલભાઇ અને હરદેવસિંહની બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો. તસ્વીરમાં ટીમ ક્રાઇમ બ્રાંચ, જપ્ત થયેલો દારૂ અને પકડાયેલો મયુર પટેલ જોઇ શકાય છે.

(3:57 pm IST)