Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ટીમ જૈનમ અને શેઠ ઉપાશ્રય દ્વારા

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.નાં ૪૮માં જન્મોત્સ્વ અવસરે નિઃશુલ્ક હોમિયોપેથી સારવાર કેમ્પ યોજાયો

રાજકોટ, તા.૩: શ્રી રોપલપાર્ક સ્થા. જૈના મોટા સંઘ-સી. એમ. પૌષધશાળા સ્થિત રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનાં ૪૮માં જન્મોત્સવ અવસરે માનવતા મહોત્સવ ઉપલક્ષે જૈનમ ટીમ તથા શેઠ ઉપાશ્રયનાં સંયુકત ઉપક્રમે જૈનો માટે ડાયાબીટીશ અને થાઇરોઇડનાં સારવાર માટે નિઃશુલ્ક હોમિયોપેથી સારવાર કેમ્પ રાખવામાં આવેલ હતો જેમાં હોમિયોપથી ચિકિત્સક ડો. એન. જે મેઘાણીએ આ રોગના દર્દીઓને નિઃશુલ્ક દવા અને માર્ગદર્શન આપેલ હતો જેમાં હોમિયોપથી ચિકિત્સક ડોફ એન. મેઘાણીએ આ રોગના દર્દીઓને નિઃશુલ્ક દવા અને માર્ગદર્શન આપેલ હતા.

આજે સમાજ જીવન માટે ડાયાબીટીસ અને થાયરોઇડએ રોજીંદો મુંઝવતો પ્રશ્ન છે, તે માટે તેની સારવાર અને તેમાંથી મુકિત માટેની સારવાર અંગે કાયમી સ્વરૂપે જૈન પરિવારનાં લાભાર્થે કેમ્પ શરૂ કરવામાં આવેલ હતો.

માનવતા મહોત્સવના આ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ વ્યવસ્થિત લાભ લીધેલ હતો અને હજી પણ જેઓને પરીણામ ન મળે ત્યાં સુધી તેમની સારવામાં આવશે.

હોમિયોપથી દવા બિલકુલ નિદોર્ષ અને આડઅસર વિનાની છે, હોમિયોપથી દવા કુદરતી નિયમ પ્રમાણે રોગપ્રતિકારક શકિત વધારે છે અને દરેક સીસ્ટમને સુધારી રોગ મુકત કરે છે. આ શુભ અને આશિર્વાદ સ્વરૂપ કેમ્પનો લાભ જેઓએ લીધેલ છે તેઓ એક સંતોષની લાગણીથી જોડાયેલ હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે શેઠ ઉપાશ્રય ટ્રસ્ટી મંડળની સાથે-સાથે જૈનમ ગૃપના રૂષભભાઇ શેઠ, નિલેશભાઇ શાહ વિગેરે સક્રિય સભ્યો જોડાયેલ હતા.(૨૨.૧૪)

(3:52 pm IST)