Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ફિટનેશ સેન્ટર ફોર વિમેન્સનો સલ્લા-ડાસ ગરબાના વકેશોપ

 રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ફિટનેસ એન્ડ ફ્રેશનેસ સેન્ટર ફોર વિમેન્સ છેલ્લા અનેક વર્ષોથી સફળતાપુર્વક કાર્ય કરી રહ્યું છે. સાલ્સા ડાંન્સ અને સાલ્સા ગરબાનું દર્શદિવસીય વર્કશોપનું આયોજન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પાર્ટીપ્લોટ ખાતે કરવામાં આવ્યું. વકેશોપ માટે રાજકોટના ''ક્રિએટીવ હોબી ઝોન''ના એકસ્પર્ટ સાલ્સા વિશે ઉંડાણપૂર્વક સમજુતી આપી, દસ દિવસ સભ્યોને તાલીમ આપી હતી. આ સાથે ''બોકવા''જે એક ફિટનેસ પોગ્રામ છે તેની પણ એક દિવસ તાલીમ આપવામાં આવી હતી. વર્કશોપમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કર્મચારી બહેનો, વિદ્યાર્થીની, ફીટનેસસેન્ટરનાં સભ્યો તથા યુનિવર્સિટી બહારના એમ કુલ ૮૯ સભ્યોએ રજીસ્ટ્રેશન કરાવી તાલીમ લીધેલ વર્કશોપના અંતિમ દિવસે તા.૧૯/૯/૧૮ના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રો. નિલાંબરીબેન દવે ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે તેમણે ભાગ લેનાર સર્વે બહેનોને ફિટનેસ પરત્વે જાગ્રૃતતા દાખવવા બદલ અભિનંદન આપ્યાને નિયમીત પોતે અને સમગ્ર પરિવાર સ્વસ્થ રહે તે માટે યોગઆસન -પ્રાણાયામને જીવનનો એક ભાગ બનાવવા પર ભાર મુકયો હતો. વર્કશોપના આયોજનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રો.નિલાંબરીબેન દવે, કુલસચિવ ડો.ધીરેન પંડયા, ચીફ એકાઉન્ટ ઓફિસર કે.એન.ખેર. ઓડિટર શ્રીમતિ.એલ. વાય. ગાંધીએ સતત માગદર્શન્ અને સહકાર આપેલ. વર્કશોપને સફળ બનાવવા ફિટનેસ એન્ડ ફ્રેશનેસ ફોર વિમેન્સના કો- ઓડિનેટર ડો. આરતીબેન એસ. ઓઝા તથા કર્મચારી લાખાણી પુર્વી, જોશી રીનાબેન, બાલધા ચંદ્રીકાબેન, કિડિયા મનીષાબેન, નિરંજની સોનલબેને સખત પરિશ્રમ કરેલ હતો.(૨૨.૧૫)

(3:51 pm IST)