Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ભારતીય રક્ષા મંચના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે લોહાણા અગ્રણી મયુર ઠકકરની વરણી

એક દાયકાથી જીવદયાનું કાર્યઃ અનેકવિધ એવોર્ડ મળી ચુકયા છે

રાજકોટ,તા.૩:ગાંધીનગર ખાતે તાજેતરમાં મળેલી ભારતીય રક્ષા મંચની રાષ્ટ્રીય કાર્ય કારિણી ની બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રઘુનંદન શર્માજી અને સંયોજક શ્રી સૂર્યકાન્ત કેલકરજીની ઉપસ્થિતિમાં રક્ષા મંચના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે દિયોદરના અને ગૌ સેવક શ્રી મયુરભાઈ ઠક્કરની વરણી કરવામાં આવી હતી.

 મયુરભાઈ ભરતભાઈ ઠક્કર લોહાણા સમાજના પનોતા પુત્રની સાથોસાથ સમગ્ર ગુજરાતમાં ગૌ રક્ષા બાબતે સુનાંદાર અભિયાન ચલાવે છે. ગૌ માતાને કતલખાને જતી રોકવા- ગૌમાંસ ની હેરા ફેરી થતી રોકવા બાબતે તે અને તેની વિશાળ યુવા ટીમ ( સમગ્ર ગુજરાતની) ગૌ રક્ષા બાબતે પૂર્ણ સભાનતાથી કાર્ય કરે છે.

૨૦૦૬થી ગૌરક્ષા અને જીવદયા બાબતે મયુરભાઈ અને તેની ટિમ સ્થાનિક પોલીસ અંતર અને સતાધારીઓની મદદ થી કતલ ખાને જતી ગાયોને રોકવા-તેમના રહેઠાણ તેમજ આવી ઘોર નિંદનીય પ્રવૃત્તિ કરનાર- ઝડપાયેલ લોકો સામે  કાયદાકીય પગલાઓ સખ્ત સ્વરૂપે લેવાય તેમજ પાંજરાપોળમાં મુકેલ ગૌ વંશોની યોગ્યરીતે જાળવણી અને નિભાવ થાય તે બાબતે ખુબ  જ સભાનતા દાખવે છે.  મયુરભાઈ અને તેની ટીમ દ્વારા અત્યાર સુધીમાં ૨૫૦૦૦ થી વધુ પ્રાણીઓના જીવ બચાવ્યા છે.  તેઓ એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયન મિનિસ્ટ્રી એન્ડ કલાયમેન્ટ ચેન્જમાં એનિમલ વેલ્ફેર ઓફિસર ગૌ રક્ષા દળ ગુજરાત રાજય - પ્રમુખ  અખિલ ભારતીય નવયુગ સંસ્થા, ગુજરાત - ઉપપ્રમુખ  ગૌરવ સેનાએ, ગુજરાત રાજય - સેક્રેટરી  SPCA  બનાશકઅઠકઅ - સંચાલક પીપલ્સ ફોર એનિમલ , દિલ્હી - મેમ્બર સહિતની અનેક સંસ્થાઓમાં કાર્ય કરી રહ્યા છે

તેઓને એનિમલ વેલ્ફેર એવોર્ડ ૨૦૧૭ - પર્યાવરણ ભરતી - દિલ્હી, સર્વશ્રેષ્ઠ ગૌરક્ષક - ગૌસેવા આયોગ, ગુજરાત સરકાર, આંતરરાષ્ટ્રીય ગૌ રક્ષક એવોર્ડ - લોહાણા મહા પરિષદ-તિરૂપતિ બાલાજી ( આંધ્રપ્રદેશ), ગુજરાતી ગૌરવ એવોર્ડ - અખિલ મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ-મુંબઈ, જીવદયા એવોર્ડ - વર્ધમાન સંસ્કારધામ-મુંબઈ, હિન્દૂ રત્ન એવોર્ડ, અખિલ ભારતીય હિન્દૂ રક્ષક સમિતિ- દિલ્હી, વીરદાદા જશરાજ એવોર્ડ - રઘુવંશી સમાજ - સુરત - રાજકોટ અને યુવા પ્રતિભા એવોર્ડ - લોહાણા મહાપરિષદ દ્વારા મળી ચુકયા છે. (શ્રી મયુરભાઈ ઠકકર મો.૯૯૭૮૨ ૮૧૦૦૦)

(11:50 am IST)