Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ખાણીપીણી બજારમાં આરોગ્યના દરોડા ૪૦ સ્થળે ૨૦ કિલો અખાદ્ય ચીજોનો નાશ

પાણીપુરીનું પાણી - બટેટાનો માવો - મરચાની ચટણી સહિત ૯ વસ્તુના નમૂનાઓ લેવાયા

રાજકોટ તા. ૩ : મ.ન.પા.ની આરોગ્ય શાખાએ ખાણીપીણીની રાત્રી બજારોમાં દરોડા પાડી પાણીપુરી - ભેળ વગેરે ખાણીપીણીની ૪૦ જેટલી રેકડીઓમાંથી ૨૦ કિલો અખાદ્ય, સડેલી, વાસી ખાદ્ય ચીજોનો નાશ કર્યો હતો તેમજ ૯ જેટલી ખાદ્ય ચીજોના નમૂનાઓ લઇ સરકારી લેબોરેટરીમાં ચેકીંગ માટે મોકલી આપ્યા હતા.

આ અંગે આરોગ્ય વિભાગની સત્તાવાર યાદી મુજબ ચેકીંગ દરમિયાન જે ૯ સ્થળેથી અખાદ્ય ચીજવસ્તુનો નાશ કરાયો તેમાં ધ ટી કાફે કસ્તુરબા રોડમાંથી વાસી કાપેલા ૧ કિ.ગ્રા ડુંગળી, ઇલેવન એગ્સ' શાસ્ત્રીમેદાન સામેથી વાસી સોસ - ૪ કિ.ગ્રા. નાશ,  સ્ટાર એગ્સ શાસ્ત્રીમેદાન સામેથી વાસી બટેટા ૨ કિ.ગ્રા, અન્ના મદ્રાસ કાફે માલવિયા ચોકમાંથી ખુલ્લા બટેટાનો મસાલો ૩ કિ.ગ્રા., શ્રી ચાઇનીઝ પંજાબી યાજ્ઞિક રોડમાંથી સોસ - ૧ કિ.ગ્રા., સંતોશ ચાઇનીઝ એસ્ટ્રોન ચોક પાસેથી વાસી મંચુરીયન - ૩ કિ.ગ્રા.,  બજરંગ ભેળ એસ્ટ્રોન ચોક પાસેથી વાસી ચટણી ૨ કિ.ગ્રા., જય અંબે રગડાપુરી મહિલા કોલેજ ચોકમાંથી વાસી કાપેલા ૧ કિ.ગ્રા ડુંગળી, જય શકિત પાણીપુરી મહિલા કોલેજ ચોકમાંથી વાસી પાણીપુરીનું પાણી ૩ લીટર વગેરેનો સમાવેશ થાય છે.

૯ સ્થળેથી નમૂનાઓ લેવાયા

જ્યારે કમિશ્નર ઓફ ફુડ સેફટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની સૂચના અન્વયે પાણીપુરીમાં પેથોજેનીક બેકટેરીયા છે કે નહી? તે અંગે ટેસ્ટીંગ માટે પાણીપુરીનું સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત પાણીપુરીના કુલ - ૯ નમુના લઇ કોલ્ડ ચેઇન જળવાઇ રહે તે રીતે ફુડ લેબોરેટરી, વડોદરા ખાતે મોકલાવેલ છે. લીધેલ નમુનાની વિગત નીચે મુજબ છે.

પાણીપુરીના સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત ફુડ સેફટીસ્ટાન્ડર્ડ એકટ મુજબ નમૂનાલેવામાંઆવેલઙ્ગઃ- (૧) પાણીપુરી માટેનું ફુદીનાનું પાણી (લૂઝ) સ્થળ : રસરાજ પાણીપુરી, કોટેચા ગર્લ્સ સ્કુલ બિલ્ડીંગ, કોટેચાનગર મે. રોડ (૨ ) પાણીપુરી માટેનો બટાકાનો માવો (લૂઝ) સ્થળઃ- રસરાજ પાણીપુરી, કોટેચા ગર્લ્સ સ્કુલ બિલ્ડીંગ, કોટેચાનગર મે. રોડ (૩) લસણવાળી ચટણી (લૂઝ) સ્થળ :- રસરાજ પાણીપુરી, કોટેચા ગર્લ્સ સ્કુલ બિલ્ડીંગ, કોટેચાનગર મે. રોડ (૪) પાણીપુરી માટેનું ફુદીનાનું પાણી (લૂઝ) સ્થળઃ-  નૈત્રી પાણીપુરી, શોપ નં. ૩, ગોલ્ડન પ્લાઝા, ૧૫૦' રીંગ રોડ (૫) લસણવાળી ચટણી (લૂઝ) સ્થળઃ-  નૈત્રી પાણીપુરી, શોપ નં. ૩, ગોલ્ડન પ્લાઝા, ૧૫૦' રીંગ રોડ (૬) પાણીપુરીનો માવો (પ્રિપેર્ડ, લુઝ) સ્થળઃ-  નૈત્રી પાણીપુરી, શોપ નં. ૩, ગોલ્ડન પ્લાઝા, ૧૫૦' રીંગ રોડ (૭) ખજુરનું મીઠું પાણી (પ્રિપેર્ડ,લુઝ) સ્થળઃ-  સાધના ભેળ, બોમ્બે હોટલની બાજુમાં, ગોંડલ રોડ(૮) સુકા મરચાની લાલ ચટણી (લૂઝ) સ્થળઃ-  સાધના ભેળ, બોમ્બે હોટલની બાજુમાં, ગોંડલ રોડ(૯) બટેટાનો માવો (લૂઝ) સ્થળઃ-  સાધના ભેળ, બોમ્બે હોટલની બાજુમાં, ગોંડલ રોડ વગેરે સ્થળેથી ખાદ્ય ચીજોના નમૂનાઓ લેવાયેલ છે.

(3:38 pm IST)