Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

મહિલા પોલીસ દ્વારા કાલે પોલીસ હેડ કવાર્ટરમાં લોકદબાર યોજાશે

મહિલાઓના કૌટુંબિક પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ કરાશે

રાજકોટ તા. ૩ : શહેરમાં મહિલાઓ પર થતા અત્યાચાર અને કૌટુંબિક પ્રશ્નોના નિરાકરણ માટે મહિલા પોલીસ દ્વારા આવતીકાલે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી આર.એસ.બારીયાના માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આવતીકાલે રેસકોર્ષ પોલીસ હેડ કવાર્ટરના તાલિમ ભવન ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકદરબાર સવારે ૧૦થી સાંજે ૬ વાગ્યા સુધી યોજાશે.

લોકદરબારમાં જે કોઇ મહિલાઓને કૌટુંબિક પ્રશ્નો હોય અને તે બાબતે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હોઇ અથવા ન આપી હોય તેઓના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવશે. પોલીસ સ્ટેશનમાં આપેલ અરજી અથવા ફરિયાદના અરજદાર અને સામાવાળાઓને હાજર રહેવા ફોન કરીને જાણ કરવામાં આવશે. જે મહિલાઓએ આપેલી અરજી મહિલા પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી ચાલુ હોય તેવા અરજદારોએ પણ લોકદરબારમાં હાજર રહી શકશે અને જે મહિલાઓને આ બાબતે કોઇ પણ પ્રશ્ન હોય તો મહિલા પોલીસ સ્ટેશન ફોન નં. ૬૩૫૯૬૨૭૪૩૨ તથા ૬૩૫૯૬૨૭૩૮૨ ઉપર સંપર્ક કરી શકાશે.

(3:07 pm IST)