Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

અયોધ્યા શિલાન્યાસના અવસરે રાજકોટના પૂ. રણછોડદાસજી આશ્રમે વિશેષ પૂજન અર્ચન

રાજકોટ, તા. ૩ : કાલે પ ઓગસ્ટનાં રોજ શ્રી રામજન્મભૂમિ, અયોધ્યા શિલાન્યાસ, આશ્રમમાં સોનાનો સુરજ ઉગશે, વિવિધ ફુલહારના શણગારો સર્જશે. પ ઓગસ્ટનાં રોજ અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિ શિલાયન્સ પ્રસંગ નિમિત્તે પ.પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ, રાજકોટનાં વિશિષ્ટ પુજા અર્ચનાના કાર્યક્રમો આયોજીત થયા છે.

આશ્રમમાં આ દિવસે ખાસ પૂજા અર્ચના, શણગાર, દિપમાળા કરવામાં આવશે. શ્રી રામચંદ્ર ભગવાન સ્વરૂપ પ.પૂ. શ્રી સદ્ગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીનું શ્રી રામસ્તવરાજ પાઠનુ઼ સંપુટ સાથે તથા રામરક્ષાસ્તોત્ર સાથે એક એક ગુલાબની પુષ્પાંજલિ સાથે સવારે ૧૧ ને ૭ મિનિટે પૂજન કરવામાં આવશે.

તારીખ પ ઓગસ્ટનાં રોજ અયોધ્યાનગરી જયારે સુવર્ણ આભુષણો ધારણ સાથે વિવિધ શણગારો સજશે અને આખુ અયોધ્યા રામમય બની જશે, આ અનુપમ ક્ષણમાં આખુ વિશ્વ આ ભવ્ય શિલાયન્સનું સાક્ષી બની રહ્યું એ સાથે આશ્રમમાં ફુલહારોનાં શણગાર સાથે સોનાનો સુરજ ઉગશે.

આ શિલાન્યસ સમયે ખાસ પ.પૂ. શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ, રાજકોટ પણ સાક્ષી બની રહ્યો છે, અને આ અવસરે ૧ર.૩૯ મિનિટે પ.પૂ. શ્રી સદ્ગુરૂદેવ ભગવાનશ્રીની દિપમાળા સાથે આરતી ઉતારવામાં આવશે. તથા અયોધ્યા સમા રાત્રે શણગાર તથા ડેકોરેશન કરાવમાં આવશે.

અયોધ્યાનગરી શ્રી રામ જન્મભૂમિ વિશે પ.પૂ. શ્રી સદ્ગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીએ કહે કે અયોધ્યામાં શ્રી રામલલ્લા વિગ્રહ સ્વરૂપે સાક્ષાત બિરાજમાન છે.

ગુરૂદેવ કહે કે શ્રી પતિત પાવન ભગવાનશ્રી અમોને કહેતા કે આગ્રાથી પણ અયોધ્યાના દર્શન થઇ શકતા એવું જાજરમાન અને ભવ્ય મંદિર હતું શ્રી પતિતપાવન ભગવાનશ્રી ગુરૂદેવને સૌરાષ્ટ્ર અને ભારતભરમાં રામનામ અને શ્રી રામચરિત માનસજીનાં પ્રચાર માટે ભારત ભ્રમણ કરવા કહયું હતું.

પ.પૂ. શ્રી સદગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજી બાપુશ્રીને શ્રી રામચંદ્ર ભગવાનશ્રીના સાક્ષાત્કાર શ્રી ગલતાજી (જયપુર) તથા અયસુયાજી (ચિત્રકુટ) તે વખત થયા છે જે શ્રી ગુરૂદેવકી સનિધ્ધીમેં આપેલ છે.

શ્રીરામ જન્મભુમી તીર્થ ક્ષેત્રે, અયોધ્યામાં યોજાઇ રહેલા દિવ્ય શિલાન્યાસ નિમિતે પ.પૂ.શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ, રાજકોટમાં પ.પૂ. શ્રી સદગુરૂદેવ ભગવાનશ્રીને થાળમાં પકવાન તથા મિષ્ટાન ધરાવવામાં આવશે. આશ્રમમાં ટીફીન સેવા, દરીદ્રનારાયણ ભોજન અને દર્દી ભગવાનને મિષ્ટાન ભોજન બનાવી આ દિવ્ય અવસરને ઉજવવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ પુજન, આરતી, દિપમાળાનું લાઇવન પ્રસારણ મારા ગુરૂદેવ ફેસબુક પેઇઝ ઉપર કરવામાં આવશે.

(3:59 pm IST)