Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

શિક્ષણ સમિતિ દ્વારા વિજયભાઇના ૬૪મા જન્મદિન નિમિત્તે રકતદાન કેમ્પ યોજાયો

રાજકોટ : હાલની પરિસ્થિતિમાં શેલેસેમિયા ડાયાબિસિસ તથા ગાયનેકના દર્દીઓની લોહીની જરૂરીયાત પુરી પાડવા તેમજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ૬૪માં જન્મદિન નિમિત્તે રકતદાન કેમ્પનું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક મંડળ- રાજકોટ તથા સર લાખાજીરાજ પ્રા. શિ. ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી., રાજકોટ દ્વારા કરવામાં આવેલ. રકતદાન કેમ્પમાં દીપ પ્રાગટય મ્યુ. ફાઇનાન્સ બોર્ડ ગાંધીનગર ચેરમેન ધનસુખભાઇ ભંડેરીના હસ્તે કરવામાં આવેલ. સાથે શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વાઇસ ચેરમેન ભારતીબેન રાવલ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, સદસ્ય મુકેશભાઇ મહેતા, કિરણબેન માકડીયા, ડો. ગૌરવીબેન ધ્રુવ, ભાવેશભાઇ દેશરીયા તેમજ ધીરજભાઇ મુંગરા ઉપસ્થિત રહેલ. આ તકે ૬૪ દિવ્યાંગ બાળકોને પણ ગિફટ આપવામાં આવેલ છે. રકતદાન કેમ્પમાં રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિનેશભાઇ એસ. સદાદિયા, મહામંત્રી પિયુષભાઇ ભુવા, સર લાખાજીરાજ પ્રા. શિ.ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીના પ્રમુખ શ્રી અશોકભાઇ ચાવડિયા, યુ.આર. સી.કો.ઓર્ડી દિપકભાઇ એમ. સાગઠિયા, ભીખુભાઇ દેસાણી, સીઆરસી કો-ઓડીનેટરઓ તેમજ શિક્ષકો દ્વારા સુચારૂ વ્યવસ્થા કરવામાં આવેલ. કેમ્પમાં ૬૪ રકતદાતાઓ દ્વારા રકતદાન કરવામાં આવેલ.

(3:54 pm IST)