Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

શહેર ભાજપ દ્વારા વિજયભાઈ રૂપાણીના જન્મ દિવસે મહા રકતદાન કેમ્પ

સંતકબીર રોડ, નિર્મલા રોડ, પારડી રોડ ખાતે સંયુકત આયોજન : ૩૬૫ બોટલ રકત એકત્ર : સીવીલ હોસ્પિટલ અને અન્ય બ્લડ બેંકોને અર્પણ

રાજકોટ : રાજયની પ્રગતિશીલ, પારદર્શક, નિર્ણાયક અને સંવેદનશીલ ભાજપ સરકારના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના ૬૪માં જન્મદિવસ અંતર્ગત શહેર ભાજપ ઘ્વારા વિધાનસભા વાઈઝ મહા રકતદાન કેમ્પ યોજાયેલ. ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવેલ કે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ  રૂપાણીનો જન્મદિવસ હોય શહેર ભાજપ ઘ્વારા દર વર્ષે વિવિધ સેવાકીય કાર્યો થકી જન્મદિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોના ની મહામારીને કારણે સોશ્યલ ડીસ્ટન્સીંગ સહીતની બાબતોને ઘ્યાનમાં રાખી વિધાનસભાવાઇઝ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.  આ મહા રકતદાન કેમ્પ વિધાનસભા–૬૮માં ભોજલરામ વાડી, સંત કબીર રોડ ખાતે રકતદાન કેમ્પ યોજાયેલ, જેમાં શહેર ભાજપ મહામંત્રી કીશોરભાઈ રાઠોડ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય અરવીંદભાઈ રૈયાણી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી ઉપસ્થિત રહયા હતા. તેમજ વિધાનસભા–૬૯માં પારસ કોમ્યુનીટી હોલ, નીર્મલા કોન્વેન્ટ રોડ ખાતે રકતદાન કેમ્પ યોજાયેલ, જેમાં રાજયસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ  કમલેશભાઈ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, મેયર બીનાબેન આચાર્ય, ઉપસ્થિત રહયા હતા, તેમજ વિધાનસભા ૭૦–૭૧માં આરએમસી કોમ્યુનીટી હોલ,  પારડી રોડ ખાતે રકતદાન કેમ્પ યોજાયેલ, જેમાં ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા,  વિધાનસભા–૭૧ ના ઈન્ચાર્જ રાજુભાઈ બોરીચા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાઘ્યાય,  પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, સ્ટેન્ડીંગ ચેરમેન  ઉદયભાઈ કાનગડ, મહાનગરપાલિકાના દંડક અજયભાઈ પરમાર સહીતના ઉપસ્થિત રહયા હતા. આ વિધાનસભા વાઈઝ  રકતદાના કેમ્પમાં દરેક વોર્ડના પ્રમુખ, મહામંત્રી, પ્રભારી, કોર્પોરેટર, શહેરના હોદેદાર અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહયા હતા. તેમજ રકતદાતાઓ એ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ૩૬પ બોટલ લોહી એકત્ર કરી સીવીલ હોસ્પિટલ તેમજ અન્ય બ્લડબેંકમાં રકત જમા કરાવ્યું હતું. આ તકે પ્રફુલ કાથરોટીયા, મોહનભાઈ વાડોલીયા, મનીષ ભટૃ, દીવ્યરાજસિહ ગોહીલ, રઘુભાઈ ધોળકીયા, જયોત્સનાબેન હળવદીયા, દીલીપ પટેલ, નરેન્દ્રસિહ ઠાકુર,નિતીન ભુત, માધવ દવે, હીતેશ મારૂ, જયરાજસિહ જાડેજા, કાનજીભાઈ ખાણધર, અતુલ પંડીત, દશરથભાઈ વાળા, ભાવેશ ટોયટા, હેમભાઈ પરમાર, અશ્વીન પાંભર, તેજશ જોષી, કાથડભાઈ ડાંગર, હીરેન સાપરીયા, વીરેન્દ્ર ભટૃ, રજની ગોલ, હરેશ કાનાણી, પરેશ તન્ના, આશીષ વાગડીયા, અંજનાબેન મોરજરીયા, દુર્ગાબા જાડેજા, મનીષ રાડીયા, જયમીન ઠાકર, ડો.દર્શીતાબેન શાહ, રાજુભાઈ અઘેરા, વીજયાબેન વાછાણી, જાગૃતીબેન ઘાડીયા, પુષ્કર પટેલ, રૂપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા, અશ્વીન ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, કીરણબેન માંકડીયા, પરેશ પીપળીયા, સી.ટી. પટેલ, કાનાભાઈ ઉધરેજા, દીનેશ ચૌહાણ, અનીલ રાઠોડ, પ્રીતીબેન પનારા, દેવુબેન જાદવ, મુકેશ રાદડીયા, દીલીપ લુણાગરીયા, અશોક લુણાગરીયા, મુકેશ ધનસોત, દીનેશ ડાંગર, ઘનશ્યામ કુંગશીયા, વીરમ રબારી, દુષ્યંત સંપટ, સોમભાઈ ભાલીયા, મહેશ બથવાર, રત્નાભાઈ મોરી, જીણાભાઈ ચાવડા, ભાર્ગવ મીયાત્રા, જીતુ સીસોદીયા, રમેશ દોમડીયા ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા વિક્રમ પુજારા, મહેશ રાઠોડ, અનિલભાઈ પારેખ, મીનાબેન પારેખ, નીલેશ જલુ, વર્ષાબેન રાણપરા, જયાબેન ડાંગર, નિતીન રામાણી, વિજય ટોળીયા, કેતન વાછાણી, ધીરૂભાઈ તળાવીયા, જીજ્ઞેશ જોષી, અનીતાબેન ગોસ્વામી, જેન્તીભાઈ નોંધણવદરા, ગૌતમ ગોસ્વામી, યોગેશ ભટૃ, જગદીશ વાઘેલા, શૈલેષ પરસાણા, સંજયસિહ રાણા,  રવી હમીરપરા, હીતેશ ઢોલરીયા, પરેશ હુંબલ, નયનાબેન પેઢડીયા, પુનીતાબેન પારેખ, આસીફ સલોત, હારૂનભાઈ શાહમદાર, યાકુબ પઠાણ, વાહીદ સમા, પ્રદીપ ડવ, રસીકભાઈ કાવઠીયા, પૃથ્વીરાજસિહ વાળા, પરેશ પીપળીયા, દશરથસિંહ જાડેજા, અનીશ જોષી, વિપુલ માખેલા, નરેન્દ્ર કુબાવત, સોમભાઈ ભાલીયા, લલીત વાડોલીયા, ડી.બી. ખીમસુરીયા, નાનજીભાઈ પારઘી, સહીતના સાથે બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, રાજુભાઈ બોરીચાએ વ્યવસ્થા સંભાળી હતી. હરેશ જોષી, પ્રવીણભાઈ ડોડીયા, રમેશ જોટાંગીયા, જયંતભાઈ ઠાકર, ચેતન રાવલ, નલહરી સહીતનાએ જહેમત ઉઠાવી હતી. અને આ રકતદાન કેમ્પમાં સહભાગી બનવા બદલ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સહીતના આગેવાનોએ રકતદાતાઓનો આભાર વ્યકત કર્યો હતો.

(3:53 pm IST)