Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

ગુજરાતમાં કોરોનાને હંફાવવા મુંબઇની ધારાવી ઝુપડપટ્ટી એ અપનાવી તેવી ફોર્મ્યુલા અપનાવો

પ્રતિ મુખ્યમંત્રીશ્રી,

વિજયભાઇ રૂપાણી,

પ્રવર્તમાન સમયમાં જયારે ગુજરાતમાં ખાસ કરીને શહેરોમાં કોરોનાનું સંક્રમણ ઝડપભેર વધી રહયુ છે. જે દરેક માટે ચિંતાજનક છે ત્યારે ખાસ કરીને આ સંક્રમણને અટકાવવા લશ્કરી રાહે પગલા અનિવાર્ય છે! પરંપરાગત ઉપાયોને પધ્ધતિઓ અપનાવીને આપણે સફળ નથી થયા ત્યારે મુંબઈના સફળ મિશન ધારાવીની પેટર્ન અપનાવી જ રહી. કારણકે ધારાવીમાં સૌપ્રથમ એપ્રીલમાં બે કેસ નોંધાવ્યા બાદ હાલમાં સ્થિતિ સંપુર્ણ કાબુમાં છે. મારૂ નમ્ર પણે સુચન છે કે જે રીતે ભારતની સૌથી મોટી ઝુપડપટ્ટીમાં કોરોના સંક્રમણ ને સાવ નહીવત કરાયુ તે 'મિશન ધારાવી પેટર્ન' આપણે પણ અપનાવવી જોઇએ.

આ રહ્યા મિશનંધારાવી ના અસરકારક પગલાઓ .... (૧) સૌપ્રથમવાર કોરોનાના કેસ નોંધાયા બાદ મહારાષ્ટ્ર સરકારને ્નબીએમસીએ સંયુકત પણે આ ભારતની સૌથી મોટી ઝુપડપટ્ટીમાં કોરોના સંક્રમણને ખાળવા ને સમગ્ર મહારાષ્ટ્રનું એપીસેન્ટર ન બને તે માટે પરંપરાગત નીતિ કે વિનાશ થવા માટે રાહ જોવાને બદલે વાઈરસંનોં પીછો કરી આક્રમક નિતિ અપનાવી. કારણકે ૧૫ લાખથી વધુ વસ્તી અને અત્યંત ગીચતા ધરાવતી આ સ્લમવસાહતને કાબુમાં ન કરાય તો કલ્પનાતીત વિસ્ફોટક પરિસ્થિતિ સર્જાય (૨) ડોર ટુ ડોર સઘન સ્ક્રીનીંગ ચાલુ કરાયુ (૩) દરરોજ તબીબ કર્મચારીઓએ ઝુપડપટ્ટીમાં અલગ અલગ ્નતાવ-શિબિર ગોઠવી પરીક્ષણ કાર્ય ધમધમતું કર્યું. (૪) નિયમિત ફોગીંગ અને જાહેર શૌચાલયોને વારંવાર જીવાણુ નાશક કરવાનુ ચાલુ કરાયું. (૫) શાળાઓ, હોલ, રમતગમત સંકુલો , નજીકના સ્થાને હતા તેને તત્કાલ કોરોનટાઈન - સુવિધાઓથી સજજ કર્યા. જેમાં રોજે રોજ મફત ભોજન, વિટામીનોનુ વિતરણને યોગા ચાલુ કરાયા. (૬) વાઈરસ હોટ સ્પોટમાં કુલ ૧,૨૫,૦૦૦ લોકો હતા. જેની દેખરેખ રાખવા સ્થાનિક સ્વયંસેવકોની વિવિધ ટીમ બનાવાઈ. જેને ડ્રોનની વ્યવસ્થા દ્વારા નિયમિત રાશન વિતરણ કરાયું. જેથી અંધાધુંધી ન સર્જાય... કોઈ ભૂખ્યું ન રહે! (૭) જુનના અંત સુધીમાં ઝુપડપટ્ટીમાં અડધાથી વધુ વસ્તીના ટેસ્ટ કરાવાયા. ૧૨,૦૦૦ થી વધુ પરીક્ષણ થયા. તે વખતે માત્ર મોતનો આંકડો ૮૨ હતો. જે મુંબઈના રોજના આંકડાઓ સામે કહી જ ન ગણાય. (૮) શરૂઆતમા ૨૫ જનરલ પ્રેકિટસનરોથી આજે ૩૫૦ જનરલ ડોકટરોની ટીમે પરીશ્રમની પરાકાષ્ઠા સર્જી હજારો લોકોનુ સ્ક્રીનીંગ કર્યું. સાથે ૨૪૫૦ આરોગ્ય કર્મચારીઓની ફોજ પણ ખરી જ. (૯) એપ્રીલમાં ૪૯૧ કેસ, મે માં ૧૨૧૬ કેસ , ત્યારબાદ સામુહિક પરીક્ષણને સદ્યન સારવારના પરિણામે જુનના ત્રીજા સપ્તાહમાં માત્ર ૨૭૪ કેસ ને ૬ મોત. અને ગત શનિવારે માત્ર ૧૦ કેસ નોંધાયા.  છેને આશ્ચર્યજનક આંકડાઓ. એ લોકડાઉન દરમિયાનના સઘન ફીલ્ડવર્કને સાતત્યપૂર્ણ કામગીરીનુ પરિણામ. (૧૦) દરરોજ સવારે ૯ થી સાંજે પ વાગ્યા સુધી સઘન પરીક્ષણ થાય છે. જુનના અંત સુધીમાં કુલ ૮૨ મોતનો આંકડો છે. જયારે મુંબઈનો ૪,૫૦૦ નો હતો.

ટુંકમાં રાજયના મુખ્યમંત્રી શ્રી ઉધ્ધવ ઠાકરેના સીધા માર્ગદર્શન અને મહારાષ્ટ્ર સરકાર તથા બીએમસીના સુંદર સંકલન અને રાત દિવસ જોયા વિના કામ કરનાર તબીબોને તબીબી સેવાઓ આપનાર કર્મચારીઓની મહેનત રંગ લાવી ને એક અશકય લાગતા પડકાર ને પંહોચી ને વિશ્વસ્તરે પ્રશંસા મેળવી. મળતી માહિતી મુજબ આવતા સોમવારથી મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે દ્વારા સઘન પ્લાઝામાંં ડોનેશન કાર્યક્રમનુ આયોજન થઈ રહયુ છે. જે એક સીમાચિહ્રનરૂપ પગલુ હશે.

ટુંકમાં ટ્રેસીંગ, ટ્રેકીંગ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટ એમ ચાર સીસ્ટમના બનેલ મિશનંધારાવીએ સફળતા અપાવી. જો આ ફોર્મુલ્યા ધારાવી જેવા ગીચ, અતી ગંદકી ને અલ્પ-સગવડતા ધરાવતા વિસ્તારમાં સફળ નીવડે તો આપણે ગુજરાત માં વિકસીત શહેરો જેવાકે અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ માં અવશ્ય સફળતા પ્રાપ્ત કરે  જ. જરૂર છે. આશા રાખુ છુ કે ઉપરોકત મારા વાસ્તવિક અને વાજબી સુચનોનો જનતાના સામુહિક હીત માટે ઝડપથી અમલ થાય. (૧૬.૭)

- ડો. પરકીન રાજા

એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ

મો.૯૮૨૪૨ ૧૫૨૧૪

(3:51 pm IST)