Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

કોરાનાથી લોકોને બચાવવા એસ.ટી. દરરોજ ૪.૪૬ કરોડની નુકશાની કરે છેઃ ઓછા પેસેન્જર - પ૦% બસ જ ચાલુ

લોકડાઉન પહેલા રોજ ૬ કરોડની આવક સામે હાલમાં માત્ર ૧.૭૭ કરોડની જ આવક

રાજકોટ તા. ૩ :.. વિશ્વભરમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. ત્થા વાઇરસનું સંક્રમણ અટકાવવાનો હાલ તુરંત એકજ ઉપાય છે. લોકો એક-બીજાનાં સંપર્કમાં આવવાનું ટાળે અને આથી જ ભારત સરકારે માર્ચ-એપ્રીલ એમ બે મહીના સુધી દેશભરમાં સંપૂર્ણ લોકડાઉનની સ્થીતી રાખી હતી. પરંતુ આ સ્થીતીમાં પણ કોરોના કહેર ચાલુ રહ્યો અંતે સરકાર પાસે આયોજન બધ્ધ રીતે લોકડાઉન ખોલવા સિવાય વિકલ્પ ન રહયો આથી મે મહીનાથી અનલોકની સ્થીતિ શરૂ થઇ. આ બધી બાબતો વચ્ચે રાજયની એસ. ટી. બસ સેવાને પણ ભારે આર્થિક નુકશાન થયુ છે. કેમ કે લોકડાઉન અગાઉ એસ. ટી. ની રોજીંદી આવક ૬ કરોડ જેટલી હતી. તે આજે માંડ ૧.૭૭ કરોડની થાય છે કેમ કે,  કોરોના સંક્રમણથી બચાવવો. એસ. ટી. એ હાલમાં અત્યંત ઓછા પેસેન્જર સાથે પ૦ ટકા બસ જ ચાલુ રાખી છે.

ખાસ કરીને શરૂઆતના તબકકામાં લોકડાઉન દરમ્યાન એસ.ટી.ની તમામ બસો બંધ રહી ત્યારે પણ અને અત્યારે અનલોકમાં પણ વોલ્વો અને ગ્રામ્ય વિસ્તારની બસોનું સંચાલન બંધ રહેતા એસ. ટી. વિભાગને પ્રતિદિન રૂપિયા ૪ કરોડથી વધુની ખોટ સહન કરવાનો વારો આવ્યો છે.

જો કે લોકડાઉન બાદ ૧ જૂનથી રાજયમાં કેટલાક રૂટ શરૂ કરાયા હતાં. જુલાઇમાં એની સંખ્યા વધારાઇ હતી છતાં હજુ પણ એસ. ટી. મુસાફરોની સંખ્યા ઓછી જોવા મળી રહી છે. રાજયમાં કોરોનાના કારણે લોકડાઉન વચ્ચે અન્ય અનેક સેવાઓની સાથે એસ. ટી. સેવા પણ બંધ હતી જો કે જૂન મહિનામાં લોકડાઉન બાદ કેટલાક રૂટ શરૂ કરાયા બાદ ૧ જુલાઇથી રાજયમાં દોડતી તમામ એકસપ્રેસ બસોનું સંચાલન તબકકાવાર શરૂ કરાતા હાલમાં ૪પ થી ૮૪ જેટલી બસોની મદદથી ૧૭૭૪૪ ટ્રીપોનું સંચાલન કરવામાં આવી રહ્યું જો કે  રાજયના ગ્રામીણ વિસ્તારોની તેમજ પ્રીમીયમ વોલ્વો બસોનું સંચાલન હજુ પણ બંધ છે. જેના પગલે એસ.ટી. નિગમને દૈનિક સરેરાશ ૪.૪૬ કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થઇ રહ્યું છે. એસ. ટી. વિભાગ દ્વારા દરરોજ સરેરાશ ૧૯.૪૯ લાખ કીલો મીટરનું સંચાલન કરવામાં આવે છે. જેના કારણે કોરોના પહેલા એસ. ટી. નિગમને પ્રતિદિન ૬ કરોડથી વધુ આવક થતી હતી. હવે ઓછા પેસેન્જર અને પ૦ ટકા જ બસ ચાલુ હોવાથી એસ. ટી.ને નુકશાન સહન કરવું પડી રહયું છે. જો કે લોકડાઉન પહેલાં એસ. ટી. ને સરેરાશ ૬ થી ૬.રપ, કરોડ રૂપિયાની આવક થતી હતી. જયારે હવે ૧.૭૭ કરોડની આવક થાય છે. આમ નિગમને હાલમાં દૈનિક સરેરાશ ૪.૪૬ કરોડ રૂપિયા જેટલું નુકશાન થઇ રહ્યું છે.

(3:49 pm IST)