Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

ભૈયા, મેરે સમજૌતા કે બંધન કો નિભાના, અપનો કો ના ભૂલાના, દેખો યે સહકારિતા કા નાતા નિભાના...

રા.લો.સંઘમાં કાલથી અને દુધની ડેરીમાં ગુરૂવારથી ફોર્મ ભરવાની મુદતઃ સમાધાન આગળ વધારવા બેઠકો ચાલુ

રાજકોટ તા. ૩ : જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (રાજકોટ ડેરી) અને રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી જાહેર થઇ ગઇ છ ે.  બન્ને સહકારી સંસ્થાઓ માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ભાજપના સહકારી ક્ષેત્રના મોભીઓ બેઠકોના દોર ચલાવી રહ્યા છે બન્ને સંસ્થામાં સમાધાન કરાવી ચૂંટણી ટાળવા પ્રયાસો કરી રહ્યાા છે.

રા.લો.સંઘમાં તા. ૪ થી ૭ અને ડેરીમાં તા. ૬ થી ૧૧ ફોર્મ ભરવાની મુદત છે. સંઘની ચૂંટણી તા. ર૪મીએ ડેરીની ચૂંટણી તા. ર૮ મીએ યોજાનાર છે.

રા.લો.સંઘની ચૂંટણીએ સહકારી ક્ષેત્રે વિશેષ ઉત્સુકતા જગાવી છે. ભાજપના અરવિંદ રૈયાણી અને નીતિન ઢાંકેચાના જુથેે સામસામી રાજકીય તલવારો ખેંચ્યા બાદ સમાધાનની લાઇન પકડી છે ૪ અગ્રણીઓ પર બધો નિર્ણય  છોડાયાનું જાહેર કરાયુ છે. સમાધાનની દિશા છતા જરૂર પડે તો સામસામી પેનલો ઉતારી દેવાની બન્ને પક્ષની તૈયારી હોવાનું કહેવાય છે. રા.લો.સંઘના ૧૬ બેઠકો પૈકી પાંચેક બેઠકો પર એકદમ સરળતાથી સમજુતીનો રસ્તો ખૂલ્યો છે. બાકીની બેઠકો માટે ચર્ચા ચાલુ છે. કયા જુથના વધુ સભ્યો પસંદ થાય છે તેના પર સંઘના સુકાનીઓ નકકી થવાનો આધાર છે. આ મુદ્દે ખેંચતાણ થવાની શકયતા નકારતી નથી. પાર્ટીની પ્રતિષ્ઠાને સંભવિત નુકશાન નિવારવા માટે બન્ને જુથ બાંધછોડ માટે તૈયારી બતાવે છે. ચાર મતદારોનો એક એવા ૧પ બ્લોક છે. મંડળીગત મતજુથની ૧પ અને વ્યકિતગત જુથની એક બેઠક છે સમાધાનના મધ્યસ્થીઓએ બન્ને જુથની યાદી માંગી લીધી છે. એક બે દિવસમાં ફરી બેઠકો થનાર છે. બુધવાર સુધીમાં ઉમેદવારોનું ચિત્ર અને સમાધાનનું ભાવિ નકકી થઇ જશે.

દરમિયાન જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયાને પૂછતા તેમણે અકિલાને જણાવેલ કે ડેરી અને રા.લો. સંઘ બન્નેમાં બેઠકો બિનહરીફ કરાવવા પ્રયાસો ચાલુ છે .એક બે દિવસમાં ફરી સાથે બેસીને બાકીની ચર્ચા કરશુ.ં બન્ને સંસ્થાઓમાં સમાધાન માટે સંપૂર્ણ આશાવાદી છીએ.(

(3:42 pm IST)