Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

મ.ન.પા. સર્વે કરી કલેકટરને રિપોર્ટ કરે તે જરૂરી...

કોરોના એકટીવ દર્દી પ૦૦થી વધુઃ હોસ્પિટલો ફુલ-વેન્ટીલેટરની ચિંતા

૧૪ ખાનગી હોસ્પીટલોમાં ૮૦ અને સીવીલ હોસ્પીટલનાં ૧૦૦ વેન્ટીલેટર પણ હવે ખૂટી પડતાં તાબડતોડ વ્યવસ્થા નહી થાય તો સ્થીતિ ગંભીર થવાની શકયતાઃ તુરંત કોવીડના વધુ બેડ રાખવા જરૂરીઃ હવે રોજ ૮૦થી વધુ પોઝીટીવ કેસ મળતાં ભારે ફફડાટ

રાજકોટ તા. ૩ :.. શહેરમાં હવે દરરોજ ૮૦ થી વધુ કોરોનાં દર્દીઓ નોંધાઇ રહ્યા છે સંક્રમણ ચો-તરફ ફેલાઇ રહયુ છે. ત્યારે હવે  સીવીલ હોસ્પીટલ સિવાઇની ૧ર જેટલી ખાનગી કોવિડ-૧૯ હોસ્પીટલો દર્દીઓથી ફુલ થઇ રહી છે. કેમ કે હવે સારવારમાં રહેલા પ૦૦થી વધુ દર્દીઓ છે અને હવે રોજ નવા ૮૦થી વધુ દર્દીઓ નોંધાઇ રહ્યા છે. ત્યારે સૌથી મોટી ચિંંતાએ ઉભી થઇ છે. હોસ્પીટલોમાં બેડ ખૂટી પડયા છે. વેન્ટીલેટર પણ માત્ર ૧૮૦ જેટલા જ છે.

આથી જો હવે તાબડતોબ નવા બેડ અને વેન્ટીલેટર નહી વધારવામાં આવે તો કોરોનાનાં દર્દીઓને રઝળવાનો વખત આવે તેટલી હદે સ્થીતિ ગંભીર બનવાની શકયતાઓ છે.

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અનલોક-૩ માં કર્ફયુ સહિતની મુકિતઓ મળતાં. બઝારો અને પારાવારિક, સામાજીક તેમજ ધાર્મિક વગેરે બાબતોનાં હલન-ચલન સ્થળાંતર વગેરેથી સંક્રમણ વધ્યુ છે. રોજ ૮૦ થી વધુ કોરોનાં દર્દીઓ નોંધાઇ રહ્યા છે.

શહેરમાં હાલમાં જ પ૦૦થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યારે ખાનગી હોસ્પીટલો અને સિવીલ હોસ્પીટલો વગેરે કોરોના દર્દીઓથી ઉભરાઇ રહી છે.

આ સંજોગોમાં ખાનગી અને સીવીલ હોસ્પીટલનાં મળી કુલ ૧૮૦ જેટલા વેન્ટીલેટરો હવે ખૂટી પડે તેવી સ્થીતિ છે.

કેમ કે સૌરાષ્ટ્રભરમાંથી પણ રાજકોટમાં કોરોનાની સારવાર માટે દર્દીઓ આવી રહ્યા છે.

ત્યારે હવે રાજકોટ મ્યુ. કોર્પોરેશનનાં તંત્ર વાહકો યુધ્ધનાં ધોરણે ખાનગી કોવિડ હોસ્પીટલોનાં દર્દીની સંખ્યા, બેડની સંખ્યા અને વેન્ટીલેટરની સંખ્યા વગેરેનો સર્વે કરીને ખાસ રીપોર્ટ તૈયાર કરી કલેકટરશ્રીને સુપ્રત કરે તે અત્યંત જરૂરી બન્યું છે.

કેમ કે હવે તહેવારોની રજાઓમાં સંક્રમણ વધવાની શકયતાઓ વધુ છે. આ સ્થીતીમાં હોસ્પીટલોમાં બેડ અને વેન્ટીલેટરો ખુટી ન પડે તે માટે આગોતરી વ્યવસ્થા અત્યંત જરૂરી હોવાની લોકમાંગ ઉઠવા પામી છે.

(3:16 pm IST)