Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

રીઢો તસ્કર વિજય ઉર્ફે વિજલો ચોરાઉ બાઇક, રિક્ષા અને મોબાઇલ સાથે પકડાયો

માલવીયાનગર પોલીસે વિજય ધામેલને મવડી ઓવરબ્રીજ નીચેથી દબોચ્યો : અગાઉ એ-ડીવીઝન, ગાંધીગ્રામ, ભકિતનગર અને તાલુકા પોલીસ મથકમાં ચોરીના ગુનામાં પકડાયો'તો

રાજકોટ, તા. ૩ : શહેરના મવડી ઓવરબ્રીજ નીચેથી માલવીયાનગર પોલીસે રીઢા તસ્કરને ચોરાઉબાઇક સાથે પકડી લીધા બાદ પુછપરછ દરમિયાન રીક્ષા અને મોબાઇલ ચોરીનો પણ ભેદ ઉકેલાયો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા તથા એસીપી જે.એસ. ગેડમની સુચનાથી માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ કે.એન. ભૂકણના માર્ગદર્શન હેઠળ પીએસ આઇ વી.કે. ઝાલા, હેડ કોન્સ. ભાવીનભાઇ, દિગ્પાલસિંહ યુવરાજસિંહ, રોહિતભાઇ, મહેશભાઇ, મસરીભાઇ, ભાવેશભાઇ, તથા હરપાલસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. ભાવેશભાઇ ગવઢવી અને હરપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે મવડી રોડ ઓવરબ્રીજ નીચેથી રીઢો તસ્કર વિજય ઉર્ફે વિજલો લઘુશંકરભાઇ ધામેલ (ઉ.વ.૩ર) (રહે. બાલાજી મંદીર પાસે ફુટ પાથ પર મુળ રૈયાધાર રાણીમા રૂડીમાં ચોક પાસે) ને જી.જે. ૩ કેઆર-૮૯૮૦ નંબરના ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો. પોલીસે તેની પુછપરછ કરતા તેણે આ બાઇક ટ્રાન્સપોર્ટ નગરમાંથી ચોર્યાની કબુલાત આપી હતી. ઉપરાંત તેણે મોરબીથી જી.જે. ૩ એ.યુ.-૧૬પપ નંબરની રીક્ષા અને એક ૧પ હજારની કિંમતો મોબાઇલ પણ ચોર્યાની કબુલાત આપતા પોલીસે બાઇક, રીક્ષા અને મોબાઇલ કબ્જે કર્યા હતા. વિજય ધામેલે. છેલ્લા ર૦ દિવસમાં ચોરી કર્યાનું જણાવ્યું હતું તે દિવસ દરમિયાન ચોરાઉ રીક્ષા ચલાવતો અને રીક્ષા લક્ષ્મીનગર મેઇન રોડ પર શૌચાલય પાસે મુકી દેતો અને રાત્રે ચોરાઉ બાઇક લઇને નીકળતો હતો. આ શખ્સ અગાઉ એ-ડીવીઝન, ગાંધીગ્રામ, ભકિતનગર અને તાલુકા પોલીસ મથકમાં વાહન ચોરી અને ઘરફોડ ચોરીમાં પકડાઇ ચુકયો છે.

(2:55 pm IST)